Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શ્રીલંકાના હુમલા પાછળ ઇમામ ઝહરાન હાશીમ? ભારતીય એલચી કચેરી પણ નિશાન ઉપર હતી

મધરાતથી સમગ્ર શ્રીલંકામાં કટોકટી લાદી દેવાઇ

જેરૂસાલેમ (ઇઝરાયેલ): શ્રીલંકા ઉપર આતંકી બોમ્બ હુમલાનો મૃત્યુઆંક ૩૦૦ આસપાસ પહોંચ્યો છે અને ૫૦૦થી વધુ ઇજાગ્રસ્તોમાં અનેક ગંભીર છે ત્યારે સમગ્ર શ્રીલંકામાં મધરાતથી કટોકટી લાગુ કરી દેવામાં આવી છે

દરમિયાન જેરૂસાલેમ પોસ્ટ અને ધ ડ્રજ રીપોર્ટના બિનસતાવાર હેવાલો મુજબ મુસ્લિમ અંંતિમવાદી વિચારધારા ધરાવતા અને નેશનલ તૌહિદ જમાલ માટે ધાર્મિક પ્રવચનો આપતા વિવાદસ્પદ મુસ્લિમ ઇમામ ઝહરાન હાશીમ આ વિસ્ફોટો પાછળ છે.

દરમિયાન સીએનએનના હેવાલો મુજબ આ ઇમામ હાશિમ આ મહિનાના પ્રારંભે કોલંબો ખાતે આવેલ ભારતીય એલચી કચેરી ઉપર પણ હુમલો કરવા માંગતો હતો પણ આ હુમલાને નિષ્ફળ બનાવાયેલ. સીએનએનને ટાંકીને જેરૂસાલેમ પોસ્ટ નોંધે છે કે ભારતીય એલચી કચેરી ઉપર હુમલા માટે ૪ એપ્રિલ નકકી કરવામાં આવી હતી.

શ્રીલંકામાં ખીસ્ત્રી તહેવાર ઇસ્ટર ઉપર રવિવારે જે હુમલાઓ થયા તે માટે બે સુસાઇડ બોમ્બરો - આત્મઘાતી હુમલાખોરો જવાબદાર છે.

ધ ડ્રજ રીપોર્ટ નોંધે છે કે જેવુ હાશિમનું નામ સોશ્યલ મીડીયા ઉપર પ્રસરવા લાગ્યુ કે તરત જ સૈફ ખાલીદ ( અલજઝીરા) સહિતના પત્રકારો આ હેવાલનો વિરોધ પ્રદર્શન કરવા સાથે હાશિમનું નામ ઉછાળવા પાછળ અખબારો ઉપર તેમના ''ઇસ્લામો ફોબીક'' જવાબદાર ગણાવેલ.

ધ નેશનલ તૌહિદ જમાતના ઇમામ ઇસ્લામીક સુપીરીઓરીટી અને વંશવાદ માટે પણ જાણીતા છે.

ભગવાન બુધ્ધ વિરૂધ્ધ ઉતારી પાડનાર બાબતો સાથેના વિડીયો અને સીંહાલા-બુધ્ધિસ્ટ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ગત જુલાઇ ૨૦૧૭માં આ ઇસ્લામીક સંસ્થાના નેતાઓ ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું.

હાશિમે આ સંદર્ભે ઉશ્કેરણીજનક મનાતા ધાર્મિક ભાષણોની સંખ્યાબંધ યુ-ટયુબ વીડીયો પણ મુકી હતી.

પોતાની વિડીયોમાં ઇમામ હાશિમ કહે છે કે '' ડો. ઝાકીર નાયક માટે શ્રીલંકન મુસ્લિમોએ શું કર્યું? આ ડો. ઝાકીર નાયક મુળ ભારતનો અને ભારતમાં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો સ્થાપક છે અને ત્રાસવાદને સમર્થન આપવા તથા ઉશ્કેરણીજનક ઉપદેશો આપનાર તરીકે જાણીતો હોવાનું પણ ધ  ડ્રજ જેરૂસાલેમ પોસ્ટે નોંધ્યું છે.

(3:49 pm IST)