Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ સાધુઓએ ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી

વડાપ્રધાનની વિરૂધ્ધ ચૂંટણી મેદાનમાં સંત સમાજે તાલ ઠોકી દીધી

વારાણસી,તા.૨૩: સનાતમ ધર્મની હિમાયત માનવામાં આવતી ભાજપને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કોઇ અન્ય નહીં પરંતુ વડાપ્રધાનની વિરૂધ્ધ ચુંટણી મેદાનમાં સંત સમાજે તાલ ઠોકી દીધી છે.અખિલ ભારતીય રામરાજય પરિષદના બેનર હેઠળ પાંચ ઉમેદવાર વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ ઉતારી દીધી છે જેમાં મુખ્ય અખિલ ભારતીય સંત પરિષદના રાષ્ટ્રીય સંયોજક અને કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયમાંથી ચાર બાર ગોલ્ડ મેડલિસ્ટ વેદાન્તાંચાર્ય શ્રી ભગવાન વેદાન્તાચાર્યને અખિલ ભારતીય રામરાજય પરિષદે વર્તમાન લોકસભા ચુંટણીમાં વારાણસી લોકસભા બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.ડમી ઉમેદવારના રૂપમાં ચાર મહારાજમણિશરણ સનાતન જી મહારાજ,મહામંડલેશ્વર સ્વામી પદ્મનાભષરણ જી મહારાજ, શ્રીમતી નીલમ દુબે અને શ્રીમતી સાવિત્રી પાંડેય જીની જાહેરાત વારાણસીના કેદર ઘાટ ખાતે વિદ્યામઠ આશ્રમથી થઇ.ઉમેદવારોની જાહેરાતની સાથે જ સંત સમાજે પરમધર્મ હિન્દુ ઘોષણા પત્ર પણ જારી કર્યું જેમં ૨૮ જાહેરાતો પણ કરવામાં આવી છે.જેમાં મુખ્યત્વે ગૌ હત્યા પર રોક,ગંગા નકલી ઘર્માચાર્ય પર અંકુશ,રામજન્મભૂમિ,કાશી મથુરા સહિત દેશભરમાં મંદિર વિવાદનો ઉકેલ હતો.સંત સમાજ તરફથી આઝાદી બાદથી બની તમામ સરકારોથી નારાજ હતી આથી તેમણે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. એ યાદ રહે કે અખિલ ભારતીય રામ રાજય પરિષદ ભારતની એક પરંપરાવાદી હિન્દુ પાર્ટી હતી તેની સ્થાપના  સ્વામી કરપાત્રીએ વર્ષ ૧૯૪૮માં કરી હતી આ પક્ષે વર્ષ ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચુંટણીમાં ત્રણ બેઠકો પ્રાપ્ત કરી હતી વર્ષ ૧૯૫૨,૧૯૫૭ અને ૧૯૬૨ની વિધાનસભા ચુંટણીમાં હિન્દી ક્ષેત્રોમાં આ પક્ષો ડઝનો બેઠક  હાંસલ કરી હતી.

(3:45 pm IST)