Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

બીજીંગમાં ભારત-ચીન દ્વિપક્ષીય મંત્રણા

બંને દેશોને સંવેદનશીલ બનવાની જરૂર : વિજય ગોયલ - વાંગચી

બેઈજીંગ : ભારત અને ચીને એક બીજાની ચિંતા અંગે સંવેદનશીલ બનવાની જરૂર હોવાનું વિદેશ સચિવ વિજય ગોયલે વિદેશમંત્રી વાંગ યીને સોમવારથી બેઇજિંગ ખાતે શરૂ થયેલી નિર્ણાયક દ્વિપક્ષી મંત્રણાના પ્રારંભ જણાવ્યું હતું. એક વર્ષ પહેલાં મધ્ય ચીનના શહેર વુહાન ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની અનૌપચારિક મંત્રણા દરમિયાન જે ઉમંગ દેખાયો હોવા છતાં દ્વિપક્ષી સબંધમાં તીવ્ર મતભેદ જોવા મળી રહ્યા છે, ત્યારે આ મંત્રણા યોજાઈ રહી છે. આ મુલાકાત દરમિયાન એજન્ડા પર આંતરરાષ્ટ્રીય ફોરમ પર બંને પક્ષોની સ્થિતિ પર સંકલન અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કરવા જેવા ચાવીરૂપ મુદ્દા છે.

(11:40 am IST)