Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કઠુઆ કેસની વકીલે પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીર બાર એસોસીએશને ' માનદ સભ્ય પદ' આપ્યું : મહિલા વકીલે ફગાવી દીધું

 જમ્મુ : કઠુઆ સામુહિક બળાત્કાર  અને હત્યા કેસમાં પીડીતાના પરિવારની વકીલ દીપીકાસિંઘ રાજાવતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરની સુપ્રીમકોર્ટના બાર એસોસીએશને આપેલું માનદ સભ્ય પદ નકારી દીધો હતો. બાળકોના અધિકારો માટે લડતી ચળવળકાર અને પ્રતિષ્ઠિત વકીલ દીપીકાસિંહ રાજાવતે કહયું હતુ કે મે આ બાર એસોસીએશન દ્વારા આપવામાં આવેલુ પ્રશંસા પ્રમાણપત્ર અને માનદ સભ્ય પદ સ્વીકારવાની ના પાડી મે બારને કહયું કે તે પ્રશંસા પત્ર અને માનદ સભ્ય પદ બંનેને પાછું ખેચી લે

 આઝાદ જમ્મુ કાશ્મીર સુપ્રીમકોર્ટ બાર એસોસીએશન મીરપુરમાં એક નિવેદન જાહેર કરી કહયું હતુ કે ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં કોમવાદ તત્વોથી જાન અને આબરૂ ભય હોવા છતા પણ કાશ્મીરી પંડીત દીપીકાએ કઠુઆમા આઠ વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર અને ઘાતકી હત્યા કેસનું પ્રતિનિધિત્વ કર્યું એ વાતને ધ્યાનમાં રાખીને તેમના બહાદુરી ભર્યા પગલા તેમને માનદ સભ્યપદ આપવામાં આવે છે.

(4:08 pm IST)