Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

૨૦૧૮-૧૯માં આર્થિક વિકાસદર ૭.૪ ટકાનો અંદાજઃ RBI

વોશિંગ્ટન તા. ૨૩ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે ભારતીય ઈકોનોમી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સારંુ પ્રદર્શન કરશે એટલું જ નહીં, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ઘિ થવાની આશા છે.

આરબીઆઇના ગવર્નરના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસદર ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફની ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં પટેલે કહ્યું હતું કે ભારતની ઇકોનોમીને મેન્યુફેકચરિંગ સેકટરનો ઝડપી ગ્રોથ, વેચાણમાં વધારો, સર્વિસ સેકટરનું મજબૂત પર્ફોર્મન્સ અને રેકોર્ડ કૃષિ ઉત્પાદનના કારણે સપોર્ટ મળ્યો છે.

તેમણે કહ્યું કે વૈશ્વિક માગમાં વૃદ્ઘિ નોંધાઇ છે, તેના કારણે એકસપોર્ટ અને નવા રોકાણમાં વધારો નોંધાયો છે, જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી ગ્રોથ રેટ વધીને ૭.૪ ટકા રહેવાની આશા છે.

(4:05 pm IST)