Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મુસ્લિમો પણ રામ મંદિર ઇચ્છે છેઃ કોકજ

વિહિપના અધ્યક્ષ બન્યા બાદ વિષ્ણુ સદાશિવજી અયોધ્યા પહોંચ્યા

નવી દિલ્હી તા. ૨૩ : વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર અયોધ્યાની મુલાકાતે પહોંચેલા વિષ્ણુ સદાશિવ કોકજેએ મહત્વનું નિવેદન આપ્યું છે.કોકજેએ જણાવ્યુ કે, રામ મંદિર અંગે હિંદુઓના પક્ષમાં કોર્ટનો ચુકાદો આવશે. તેમણે દાવો કર્યો છે કે, અયોધ્યાના મુસ્લમાન ઈચ્છી રહ્યા છે કે, વિવાદિત જમીન પર રામ મંદિર બનવુ જોઈએ.

રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યા બાદ દેશભરના સાધુ-સંતો સાથે મુલાકાત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, રામ મંદિરનો વિવાદ સંયોજનના આધારે ઉકેલી શકાય છે.

અયોધ્યામાં રામ મદિર વિવાદ મામલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને કોઈ સંબંધ નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પક્ષકારોને ડરાવીને ઉશ્કેરવાનું કામ કરે છે.

મહત્વનું છે કે, વીએચપીના નવા અધ્યક્ષ બન્યા બાદ વિષ્ણુ સદાશિવ કોકજે આજે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. જયાં તેમણે હુનામનગઢીમાં દર્શન કર્યા હતા. કોકજે સાથે વીએચપીના ઉપાધ્યક્ષ ચંપત રાય સહિત વિએચપીના કાર્યકરો હાજર રહ્યા હતાં.

(4:29 pm IST)