Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કર્ણાટક ચૂંટણી : દલિત વોટ મેળવવા માટે અનેક પડકારો

ભાજપ-કોંગ્રેસની નજર દલિત વોટ પર કેન્દ્રિત : કર્ણાટકમાં દલિત લોકો કુલ : વસ્તીના આશરે ર૦ ટકાની આસપાસ છે : ૧૦૦ સીટના પરિણામ પર અસર કરે છે

બેંગલોર,તા. ૨૩: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઇને વધારે સમય નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે તમામ એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે. કર્ણાટકમાં ચૂંટણીમાં દલિત સમુદાયની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બનનાર છે. આવી સ્થિતીમાં દલિત સમુદાયના વોટ મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબત સ્વાભાવિક પણ છે. કારણ કે કર્ણાટકમાં કુલ વસ્તી પૈકી દલિત સમુદાયના લોકોની સંખયા ૨૦ ટકાની આસપાસ છે. ૧૦૦ સીટ પર પરિણામને દલિત સમુદાયના લોકો પ્રભાવિત કરે છે. આ પૈકી ૩૬ સીટો અનુસુચિત જાતિઓ માટે અનામત રાખવામાં આવી છે. જો કે આ બાબતની શક્યતા તો ઓછી છે કે દલિત સમુદાયના મત કોઇ એક પાર્ટીની તરફેણમાં જશે. છેલ્લી કેટલીક ચૂંટણી પર નજર કરવામાં આવે તો દલિત સમુદાયના મત પણ વિભાજિત થયેલા છે. આ સમુદાયને બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખડગે દલિત સમુદાયમાં પ્રભુત્વ ધરાવે છે. સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપમેન્ટ સોસાયટીના કહેવા મુજબ પહેલા કોંગ્રેસની તરફેણમાં ૫૦ ટકા દલિત મત પડતા હતા. જ્યારે ભાજપની મત હિસ્સેદારી માત્ર ૨૦ ટકા હતી. પરંતુ વર્ષ ૨૦૦૮માં ભાજપે ૩૬ અનામત સીટો પૈકી ૨૨ સીટો પર જીત હાંસલ કરીને મોટી સફળતા મેળવી હતી. ત્યારબાદ કોંગ્રેસે વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં વાપસી કરી હતી અને ૧૭ અનામત સીટો જીતી લીધી હતી. અહીં દલિત વોટની વહેંચણી  ટ્રેડ સામાન્ય છે. જસ્ટીસ સદાશિવ કમિશને રાજયના ૧૦૧ દલિત જુથોને ચાર શ્રેણીમાં વિભાજિત કરવાની વાત કરી હતી.  એસસીને આપવામાં આવેલા ૧૫ ટકા અનામતમાંથી કમીશને છ ચટકા અશ્પૃશ્ય જુથો, પાંચ ટકા બીજા જુથોને આપવાની દરખાસ્ત કરી હતી. એસસી-એસટી એક્ટને લઇને ગયા મહિનામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ભાજપની મુશ્કેલી વધી ગઇ છે. એસસી-એસટી એક્ટ હેટળ તરત ધરપકડ પર મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે હિંસા ઉઠી હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં વ્યાપક હિંસા થઇ હતી. દલિત સમુદાયના ભારત બંધના કારણે હિંસા થઇ હતી. ઉત્તર ભારતમાં ચાર દલિત કાર્યકર સહિત ૧૩ લોકોના ભારત બંધ દરમિયાન મોત થયા હતા.

(3:43 pm IST)