Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભકતો કાયદાનું પાલન કરેઃ આસારામની ચિઠ્ઠી

બુધવારે ચુકાદોઃ જોધપુરમાં ભકતો ઉમટે તેવો માહોલઃ ચુસ્ત બંદોબસ્ત

નવી દિલ્હી તા. ૨૩ : યૌન શોષણના કેસ મામલે જેલમાં બંધ આસારામે ભકતોને પત્ર લખ્યો છે. આ પત્ર જોધપુર કોર્ટના ચુકાદા પહેલા લખવામાં આવ્યો છે.

પત્રમાં આસારામે જણાવ્યુ છે કે, કોર્ટના ચુકાદા પહેલા કોઈપણ ભકત જોધરપુરના આવે અને તમામ ભકતોને કાયદાનું પાલન કરવાનું જણાવ્યું છે. આસારામના ભકતોના જણાવ્યા પ્રમાણે ૨૫જ્રાક એપ્રિલે જોધપુર કોર્ટના ચુકાદા પહેલા દેશ-વિદેશમાંથી ભકતો જોધપુર આવવાની તૈયારી કરી રહ્યા છે.

કોર્ટના ચુકાદા પહેલા જોધપુરમાં મોટી સંખ્યામાં આસારામના ભકતોની ભીડ જામશે. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આઠ દિવસ પહેલા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આસારામ પર દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ગત્ત દિવસે રાજસ્થાન અને ગુજરાતની કોર્ટે આસારામને જામીન આપવા ઈન્કાર કર્યો હતો. આ મામલે સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ વિરૂદ્ઘ દુષ્કર્મ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.(૨૧.૧૬)

(1:05 pm IST)