Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રામ મંદિર અવશ્ય બનશે, વિધ્નો દૂર : વિહિપની નવી કારોબારી અયોધ્યા દર્શને

નવી દિલ્હી, તા. ર૩ : વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આલોકકુમાર અયોધ્યા પહોંચ્યા છે. જયાં આજે રામલ્લાના દર્શન કરીને પરિષદનો નવો એજન્ડા જાહેર કરશે. રામમંદિર નિર્માણ માટે અલગ હિન્દુત્વ સન્માન એજન્ડા ઘોષિત થશે. વિહિપ દલિત અને નારી સન્માન માટે વિશેષ અભિયાનનું એલાન કરશે.

અયોધ્યાની મુલાકાત પૂર્વે આલોકકુમારે ભગવાન રામના આદેશમાં દલિતો અને મહિલાઓના સન્માનમાં કમી કઇ રીતે આવી શકે ? આ બન્ને મુદ્દે વિહિપ સમાજમાં જનજાગરણ અભિયાન ચલાવશે. મંદિર નિર્માણના બધા વિધ્નો દૂર થઇ રહ્યા છે. હવે અયોધ્યામાં ભવ્ય રામમંદિર જરૂર બનશે. કાનૂનના દાયરામાં સૌની સહમતીથી મંદિર બનશે. શ્રીરામનું કામ શરૂ કરતા પૂર્વ વિહિપની કાર્યકારીણી તેમના દરબારમાં જઇને ભગવાનનો આદેશ મેળવશે. (૮.૯)

(11:50 am IST)