Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી વેળાએ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સાચવનાર શિવકુમાર કર્ણાટકના સૌથી વધુ ધનિક ઉમેદવાર

5 વર્ષમાં જ તેની સંપત્તીમાં 589 કરોડનો વધારો : તેમણે 94 પેજનું શપથ પત્ર દાખલ કર્યું

નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલની ગત્ત વર્ષે રાજ્યસભામાં ચૂંટણી વેળાએ બેંગ્લોરમાં કોંગ્રેસના 43 ધારાસભ્યોને સાચવનારા કર્ણાટકનાં હાલનાંઉર્જા મંત્રી ડી.કે શિવકુમાર કર્ણાટકના સૌથી વધુ ધનવાન ઉમેદવાર છે  શિવકુમારનો જન્મ એક ખેડૂતનાં ઘરમાં થયો હતો. તેની સત્તાવાર  વેબસાઇટમાં અપાયેલી માહિતી મુજબ તેમનાં માં સારા શિક્ષણ માટ બાળકોને ડોડાલહલ્લીથી બેંગ્લોર લઇને આવ્યા હતા. 
  સારી કદ-કાઠી નહી હોવાનાં કારણે તેમને હાઇસ્કુલમાં સચિવનું પદ મળી શક્યું નહોતું. આ તેમનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. તેમને ત્યારે જ સંકલ્પ કર્યો કે તેઓ પોતાની ક્ષમતાઓને એટલી વિકસિત કરશે કે પોતાનાં અંગે કોઇ પણ નિર્ણય લેવા સમયે શારીરિક ક્ષમતાઓ ગૌણ થઇ જશે
  . શિવકુમારને સંસ્કૃત ભાષામાં ખુબ જ રસ હતો. જો કે શિવકુમાર રાજનીતિમાં તે સમયનાં મુખ્યમંત્રી એસ.બંગરપ્પા અને એસ.એમ કૃષ્ણા સાથેની પોતાની ગાઢ મિત્રતાનાં કારણે પણ ઘણા ચર્ચામં હતા. તે હાલમાં રાહુલ ગાંધીનાં પણ ખુબ જ નજીકનાં હોવાનું કહેવાય છે. 
  અત્રે ઉલ્લેખીય છે કે રાજનીતિક દબદબો ધરાવતા શિવકુમાર સામાન્ય આર્થિક સ્થિતીમાંથી અત્યારે કર્ણાટકનાં સૌથી સંપત્તિવાન ઉમેદવાર બની ચુક્યા છે. 5 વર્ષમાં જ તેની સંપત્તીમાં 589 કરોડ રૂપિયાનો વધારો થયો છે.હાલ શિવકુમાર પાસે 548,85,20,592 રૂપિયાની જંગમ જ્યારે 70,94,84,974 રૂપિયાની સ્થાવર મિલ્કત છે. તેમણે 94 પેજનું શપથ પત્ર દાખલ કર્યું છે. 

(9:12 am IST)