Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

દુબઈથી મુંબઈ આવી રહેલી ફ્‌લાઈટમાં નશામાં ધૂત બે મુસાફરોએ હંગામો મચાવ્‍યો

એરલાઈન્‍સની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધીને બંને મુસાફરોની ધરપકડ કરી

મુંબઈ, તા.૨૩: દુબઈથી મુંબઈ આવી રહેલી ફ્‌લાઈટમાં બે મુસાફરોએ દારૂના નશામાં હંગામો મચાવ્‍યો હતો. એરલાઈન્‍સની ફરિયાદ પર મુંબઈની સહાર પોલીસે બંને યાત્રીઓ વિરુદ્ધ FIR નોંધીને તેમની ધરપકડ કરી છે.

ફ્‌લાઇટમાં હંગામો મચાવવા બદલ મુંબઈ પોલીસે જે મુસાફરોની ધરપકડ કરી છે તેઓ દત્તાત્રેય બાપારેડકર અને જોન જ્‍યોર્જ ડિસોઝા છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પહેલા સીટ પર બેસીને દારૂ પીધો હતો અને ત્‍યારબાદ જ્‍યારે તમામ મુસાફરોને ફ્‌લાઈટમાં બેસવાનું કહેવામાં આવ્‍યું ત્‍યારે તેઓએ સીટની વચ્‍ચે ઉભા રહીને હંગામો મચાવ્‍યો હતો. જ્‍યારે તેને બેસવાનું કહેવામાં આવ્‍યું તો તેણે અપશબ્‍દો બોલ્‍યા.

એરલાઈન્‍સની ફરિયાદ બાદ પોલીસે નાલાસોપારાના રહેવાસી જોન જ્‍યોર્જ ડિસોઝા (૪૯) અને કોલ્‍હાપુરના રહેવાસી દત્તાત્રેય બાપારેડકર (૪૭)ની ધરપકડ કરી હતી.

આ પહેલા પણ ફ્‌લાઇટમાં મુસાફરો દ્વારા ગેરવર્તણૂકના કિસ્‍સાઓ સામે આવી ચૂકયા છે. ૪ માર્ચના રોજ ન્‍યૂયોર્કથી દિલ્‍હી આવી રહેલી અમેરિકન ફ્‌લાઈટમાં નશામાં ધૂત પેસેન્‍જરે પેશાબ કર્યો હતો. દિલ્‍હી પોલીસે આ મામલે કેસ નોંધ્‍યો હતો. અગાઉ ૬ ડિસેમ્‍બરે પેરિસથી દિલ્‍હી આવી રહેલી એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટમાં પણ આવી જ ઘટના બની હતી. ત્‍યારબાદ નશામાં ધૂત પુરુષ મુસાફરે મહિલા મુસાફરના બ્‍લેન્‍કેટ પર પેશાબ કર્યો હતો. બાદમાં પુરૂષ મુસાફરે લેખિતમાં માફી માંગી હતી. ૨૬ નવેમ્‍બરે પણ ન્‍યૂયોર્કથી દિલ્‍હી આવી રહેલી એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટમાં નશામાં ધૂત પેસેન્‍જર મહિલા મુસાફરની સામે પેશાબ કરી રહ્યો હતો.

(11:12 am IST)