Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

આર્જેન્‍ટીના અને ચિલીમાં ભૂકંપઃ તીવ્રતા ૬.૫

હાલ ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી

લંડન,તા. ૨૩: આર્જેન્‍ટીનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ભૂકંપની પુષ્ટી કરી હતી. યુએસ જિયોલોજિકલ સરવેએ આજર્ેિન્‍ટનાના સેન એન્‍ટોનિયો ડી લોસ કોબરેસના ઉત્તર-ઉત્તરપヘમિમાં ૮૪ કિમીના અંતરે ૬.૫ની તીવ્રતાવાળા ભૂકંપની માહિતી આપી હતી. હાલ યુએસજીએસએ ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ આપ્‍યા નથી.

સેન એન્‍ટોનિયો ડી લોસ કોબેસ ઉત્તર પશ્ચિમી આજર્ેિન્‍ટનામાં એક નાનકડું શહેર છે. યુએસજીએસની માહિતી અનુસાર ભૂકંપ બુધવારે આજર્ેિન્‍ટનાના સેન એન્‍ટોનિયો ડી લોસ કોબરેસમાં ૨૧:૩૦:૩૧ (UTC+05:30) વાગ્‍યે આવ્‍યું અને તેનું કેન્‍દ્ર પૃથ્‍વીની સપાટીથી ૨૧૦ કિ.મી. ઊંડે હતું. જયારે બીજી બાજુ ચિલીના ઈક્‍વિપમાં પણ બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૬.૩ની નોંધાઈ હતી. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજીએ આ માહિતી આપી હતી.

(11:38 am IST)