Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોનાને નાથવામાં રશિયા મોખરે માત્ર ૧ મોતઃ શરૂઆતથી જ સાવચેતીરૂપે પુતિને આકરા પગલા લીધા

૧૪ કરોડની વસતીવાળા રશિયામાં ટચુકડા લકઝુમ્બર્ક કરતા પણ ઓછા કેસો છે

મોસ્કોઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરના લોકો મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે.  કોરોનાથી મરનારાનો આંકડો  સતત વધી રહ્યો છે શહેર જ નહીં, કેટલાય દેશો સંપુર્ણ લોકડાઉનની સ્થિતીમાં આવી ગયા છે. નિષ્ણાંતોનું  માનવુ છે કે પશ્ચિમી દેશોની જેમ જ ભારત કોરોના વાયરસ અંગેના પગલાઓને મોડા લેવામાં આવ્યા છે. લગભગ ૧૪ કરોડ ૪૬ લાખની  વસ્તી ધરાવતા રશિયામાં વાયરસના કેસ બહાર આવતા જ જે ઝડપથી સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા તેના કારણે તે પોતાને ત્યાં નવા કેસોની સીમિત રાખવામાં સફળ થયુ. હાલમાં જ રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ હતુ કે તેમનો દેશ વાયરસના કેસ વધતા રોકવામાં સફળ થઇ ગયો છે.  રશિયામાં સંક્રમિત લોકોની સંખ્યા ૩૦૬ છે અને એક વ્યકિતનું મોત થયુ છે.

એનાથી  ઉલ્ટુ માત્ર ૬ લાખ ૨૮ હજારની વસ્તીવાળા લકઝમ્બર્ગમાં રશિયાથી ડબલ કેસ જાહેર થઇ ચૂકયા છે.  લબઝબ્મર્ગમાં વાયરસ અત્યાર સુધીમાં ૮ લોકોના જીવ લઇ ચુકયો છે.  અને ૬૭૦ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે.  રશિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ ડોકટર મેલિટા  વુજનોવિક અનુસાર જાન્યુઆરી  મહિનો પુરો થયો ત્યારે જ  રશિયાએ ચીન સાથે  જોડાયેલી પોતાની ૨૬૦૦ માઇલ  લાંબી સરહદને સીલ કરી દીધી હતી જેથી વાયરસની અસરવાળો કોઇ વ્યકિત દેશમાં ન પ્રવેશી શકે . સંક્રમિત લોકોની ઓળખ અને પરિક્ષણ  કર્યા, તેમના સંપર્કમાં આવેલ  લોકોની  ઓળખ અને પરિક્ષણ કર્યા, તેમના સંપર્કમાં આવેલ લોકોને શોધ્યા અને બિમાર વ્યકિતને  અન્યથી અલગ કરી દીધા.એક રશિયન અધિકારીએ શનિવારે જણાવ્યુ કે તેમણે ૧,૫૬,૦૦૦થી વધારે લોકોને તપાસ્યા. અમેરિકાએાર્ચની શરૂઆતમાં પરિક્ષણની ગતિ વધારી , જ્યારે  રશિયાએ  ફેબ્રુઆરીની શરૂઆતમા઼ જ  પરિક્ષણ શરૂ કરી દીધુ હતુ.

(4:09 pm IST)
  • પાકિસ્‍તાનમાંકોરોનાને નાથવા ઇમરાને શહેરોમાં લશ્‍કર ગોઠવ્‍યું ઇસ્‍લામબાદઃ પાકિસ્‍તાન સરકારે પાકિસ્‍તાનમાં પુરજોશથી ફેલાઇ રહેલા કોરાના વાયરસને નાથવા આપણે ઉપાય અજમાવ્‍યો છે. અને લોકડાઉનના બદલે ઇસ્‍લામાબાદ, પંજાબ, સિંઘ, ખૈબર પખ્‍તુનવા, બલુચિસ્‍તાન, ગિલગિટ, બાલ્‍ટિસ્‍ટાન પ્રાંતમાં લશ્‍કરની કંપનીઓ તૈનાત કરી દીધી છે. access_time 10:05 pm IST

  • કોરોના વાઇરસની બેંકોના કામકાજ ઉપર અસર : મોટા ભાગની બેન્કોનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો થઇ જશે : ખાસ જરૂરી કામકાજ જેવા કે રોકડ લેવડ દેવડ ,ક્લિયરિંગ ,સરકારી પેમેન્ટ જેવા જ કામકાજ કરાશે : એટીએમ માંથી નાણાં ઉપાડવાની લિમિટ એક દિવસમાં 50 હજાર રૂપિયા સુધીની કરી નખાશે : ગ્રાહકોને ડિજિટલ બેન્ક સેવા પ્રતિ વળવા અનુરોધ : સ્ટાફની સલામતી માટે ઇન્ડિયન બેન્ક એશોશિએશનનો નિર્ણય access_time 8:50 pm IST

  • ભારત સરકારે આવતીકાલે 24 માર્ચના મધરાતથી તમામ ડોમેસ્ટિક - રાષ્ટ્રીય ફ્લાઇટ્સને સ્થગિત કરી દીધી છે : કોરોનાનો ફૂંફાડો ધાર્યા કરતા વધુ ગંભીર : દેશમાં આંતરીક ઉડ્ડયનો પણ હવે રદ્દ થયા : દેશ ત્રીજા સ્‍ટેજમાં પ્રવેશતો જાય છે access_time 5:07 pm IST