Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોનાએ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને તહસ-નહસ કરી નાખ્યોઃ અબજો-ખરબો રૂપિયા બ્લોક થયાઃ લિકવીડીટી ઠપ્પ

ટૂર ઓપરેટર્સને ગુજરાતમાં ૧૦૦ કરોડ તથા રાજકોટમાં ૧૦ કરોડ રૂપિયાની અધ...ધ...ધ નુકશાની...?! : ટ્રાવેલ માર્કેટમાં કરોડો નોકરીઓ ઉપર જોખમઃ સૌથી વધુ અસર એશિયાના દેશો ઉપર થશે : સમગ્ર વિશ્વમાં GDP ક્ષેત્રે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો ૧૦ ટકા જેટલો ઉંચો છે : TAFI તથા FAITH દ્વારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશનના વિવિધ પ્રશ્નો તથા માંગણીઓ સંદર્ભે સરકારમાં ધારદાર રજુઆત : દર વર્ષે વેકેશનમાં ફરવા જતા સહેલાણીઓ નિરાશ : વિશ્વની અગ્રણી એરલાઇન્સ 'એમીરેટ્સ' ૨૫ માર્ચથી શટડાઉન ! એવીએશન ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર સ્થિતિ

દુનિયાના સુપ્રસિધ્ધ અને સતત ધમધમતા રહેતા ટુરીસ્ટસ ડેસ્ટીનેશન્સની કોરોનાની અસર પહેલા (ડાબી બાજુના ફોટોગ્રાફસ)ની તથા કોરોનાની અસર પછીનો (જમણી બાજુના ફોટોગ્રાફસ) ચિતાર આપતી તસ્વીરો.

રાજકોટ તા. ર૩ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભય સાથે હાહાકાર મચાવી દીધો છે ત્યારે દરેક બિઝનેસને અસર પહોંચી છે ેઅને સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે. જે સંદર્ભે સૌથી વધુ અસર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ ઉપર પડી હોવાનું જાણવા મળે છે.  કોરોનાએ ટ્રાવેલ માર્કેટને તહસ-નહસ કરી નાખ્યું છે અને માર્કેટમાં લિકવીડીટી સાવ ઠપ્પ થઇ ગઇ છે. અબજો રૂપિયા તથા કરોડો ડોલર્સ બ્લોક થઇ ગયાનું અગ્રણી ટૂર ઓપેરટર્સ કહી રહ્યા છ.ે

ટૂર, હોટલ્સ, એરટીકીટસ, ટ્રેઇન ટીકીટસ, બ્લોક બુકીંગ, સાઇટસીન્સ,પેકેજીસ વિગેરેના કેન્સેલેશન રીફંડમાં જ માત્ર ગુજરાતના તથા રાજકોટના ટ્રાવેલ એજન્ટસના અંદાજે અનુક્રમે ૧૦૦ કરોડ તથા ૧૦ કરોડ જેટલા રૂપિયા ખોટા થયા હોવાની ચર્ચા છે. સાથે-સાથે સમગ્ર વિશ્વના ટ્રાવેલ્સ માર્કેટમાં પ કરોડ જેટલી નોકરીઓ હાલની પરિસ્થિતિને અનુરૂપ જોખમમાં મૂકાઇ ગઇ છે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કોરોનાનો વિકરાળ પંજો પડતા તેની સૌથી વધુ અસર એશિયાના દેશો ઉપર થઇ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં GDP (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસ) ક્ષેત્રે ટુરીઝમ ઇન્ડસ્ટ્ર્રીઝનો હિસ્સો ઘણો વધુ (૧૦ ટકા જેટલો) ગણવામાં આવી રહ્યો છ.ે

ભારતભરમાં ટુરીઝમ બિઝનેસને જીવતદાન આપવાની તાતી જરૂરીયાત ઉભી થતાં સમગ્ર દેશમાં ૧પ૦૦ થી વધુ સભ્યો ધરાવતું TAFI (ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા) સક્રિય બન્યું છે. ફેડરેશનના નેશનલ પ્રેસીડેન્ટશ્રી પ્રદિપ લુલ્લાના માર્ગદર્શન હેઠળ TAFI ગુજરાતના ચેરમેનશ્રી જીગર દુદકીયા તથા સેક્રેટરી શ્રી મનીષ શર્મા દરેક એજન્ટ સાથે સંપર્ક કરીને વિવિધ પ્રશ્નોની જાણકારી મેળવી સરકારમાં રજુઆત કરી રહ્યા છે. તાજેતરમાં જ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે કે સરકાર તાત્કાલિક કોમર્શીયલ ટેક્ષ માફી આપે, જી.એસ.ટી. ભરવાની તારીખ લંબાવી આપે તથા વ્યાજ માફી આપે તેવું TAFI રાજકોટના સિટી કમીટી ચેરમેન શ્રી દિલીપભાઇ મસરાણીએ અકિલાને જણાવ્યું હતું.

TAFI ગુજરાતના ચેરમેન અને સેક્રેટરી સહિત નેશનલ સેક્રેટરીએટ કમીટી મેમ્બર શ્રી હિતાંક શાહ, અન્ય સિનિયર સભ્યો શ્રી દિલીપભાઇ મસરાણી, સંજયભાઇ મહેતા, દિપકભાઇ કારીઆ, ગોપાલભાઇ અનડકટ સહિતના અગ્રણી ટૂર ઓપરેટર્સ તમામ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસને ન્યાય મળે અને  ઓછું નુકશાન થાય તે માટે સરકાર સાથે, એરલાઇન્સ સાથે, હોટલ મેનેજમેન્ટ સાથે, વીઝા એજન્સીઓ વિગેરે સાથે સતત કોઓર્ડીનેટ કરી રહ્યા છે.

આ ઉપરાંત બધાં જ  ટ્રાવેલ એજન્ટસ અને ટૂર ઓપરેટર્સના એસોસીએશને ભેગા મળીને FAITH (ફેડરેશન ઓફ એસોસીએશન ઇન ઇન્ડિયન ટૂરીઝમ એન્ડ હોસ્પિટાલિટી) નામનું એસોસીએશન બનાવેલ છ. ે દસ જેટલા અગલ-અલગ ટૂરીઝમ ક્ષેત્રના એસોસીએશને FAITH ના બેનર નીચે ટુરીઝમ અને ટ્રાવેલ્સને લગતા પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભેસરકારમાં ધારદાર રજુઆત-અનુરોધ કર્યો છે. જે બાબતે પણ કેન્દ્ર સરકાર દ્વારા તથા સંસદસભ્યો દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે.

કોરોના - COVID 19 ને કારણે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કાઉન્સીલનો પ્રતિભાવ

 પ કરોડ જોબ- આ મહામારીથી મુશ્કેલીમાં મુકાઇ જશે.

 સૌથી વધારે અસર એશીયન દેશોને થશે.

 આ મહામારીથી બચ્યા પછી પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને પાટા ઉપર ચડતા ૧૦ થી ૧ર માસનો સમય લાગશે.

 હાલ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ - વર્લ્ડની GDP માં ૧૦%નો ફાળો આપે છે

FAITH (ફેડરેશન ઓફ એસોસીએશન ઇન ઇન્ડિયન ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી) દ્વારા સરકાર સમક્ષ થયેલ માંગણીઓ

  GST  તથા બીજા ઇનડાયરેકટ ટેક્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ માટે માફી આપવામાં આવે.

      "A HOLIDAY IN INDIA IS TAX FREE"

 એડવાન્સ ટેક્ષ ભરવા માટે છ માસથી ૧ વર્ષનો વધારાનો સમય આપવામાં આવે.

 RBI  દ્વારા ટુરીઝમ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે લોનના વ્યાજનો દર ૩% થી ઘટાડવામં આવે.

 આ પરીસ્થિતિને રીવ્યુ કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે.

 બેંકમાંથી ટુરીસ્ટ વાહનોની લીધેલી લોનના હપ્તાને રી-શેડયુલ કરી આપવામાં આવે.

 TCS- જ ે ૧-૪-ર૦ર૦ થી અમલી બની રહ્યો છે, તેને સંપૂર્ણ નાબુદ કરવામાં આવે અને સરકાર દરેક એરલાઇન્સને ટીકીટ,

    ગ્રુપ બુકીંગનું સંપૂર્ણ રીફન્ડ આપે તેવી વ્યવસ્થા કરવામાં મદદરૂપ થાય.

દેશનું ગૌરવ 'એર ઇન્ડિયા'

TAFI ના કમિટી મેમ્બર્સ શ્રી જીગર દુદકીયા, મનિષ શર્મા, અંકિત બજાજ, દિલીપ મસરાણી વિગેરે શાંતિ, ધીરજ તથા હકારાત્મક વિચારો સાથે કામ કરવા અનુરોધ કરીને કહે છે કે,

 કોરોના વાયરસને લઇને બધી વિદેશી એર લાઇન્સોએ પોતાના ભાડા ૩ ગણા વધારી દીધા છે ત્યારે આપણાં દેશનું ગૌરવ 'એર ઇન્ડીયા' દ્વારા ભારતીય નાગરીકો તથા વિદ્યાર્થીઓને માદરેવતન પરત લાવવા કમર કસી છે. 'TAFI' એર ઇન્ડીયાના સ્ટાફને તથા પરિસ્થિતિને પહોંચી વળવા ખભ્ભેખભ્ભા મીલાવી સાથ અને સહકારની ખાત્રી આપે છે.

ટૂર ઓપરેટર્સ તથા ટુરીસ્ટસ માટેની હાલની પરિસ્થિતિ

-  ૯૦ ટકા ઇન્ટરનેશનલ ફલાઇટ ટીકીટ કેન્સલ થઇ છે.

-  ૭૦ ટકા ડોમેસ્ટીક ફલાઇટ ટીકીટ કેન્સલ થઇ છે.

-  ૬૦ ટકા ટ્રેન ટીકીટો કેન્સલ થઇ છે.

-  યુ.એસ.એ તથા યુરોપે વીઝા એપ્લીકેશનની એપોઇન્ટમેન્ટ અનિશ્ચિત સમય સુધી રદ કરી દીધેલ છે.

-  યુ.અ.ેઇ.એ. બધા જ વિઝા કેન્સલ કર્યા છે. તેમજ નવા વિઝા ઈસ્યુ કરવાનું બંધ કરેલ છે.

-  ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા લોકોને ફરજીયાત પણે કવોરંટાઇન કરવામાં આવે છે. જેનાથી ૧ થી ૧૪ દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડે છે.

-  ભારતમાં ઇન્ટરનેશનલ ફલાઇટસ ઉપર પાબંધી.

-  એરલાઇન્સ, ટ્રાન્સપોર્ટર્સ તથા ટુર ઓપરેટર્સ પાસે નાણાંની અછત.

-  વિઝા કેન્સલ થવાથી ઈનબાઉન્ડ તથા આઉટબાઉન્ડ ટુરીઝમને લાખો ડોલરનું નુકશાન થયુ છે.

-  ટુરીઝમ સેકટરમાં બેરોજગારી મોટા પ્રમાણમાં વધી શકે.

-  ઉનાળુ વેકેશન દરમ્યાન જે ટૂર ઓપરેટરે એડવાન્સ પૈસા આપીને એરલાઈન્સમાં ટીકીટોનું બ્લોક બુકીંગ કરાવ્યુ હોય તે રકમ લાંબા સમય સુધી રોકાય રહે અથવા તો પરત ન પણ મળે તેવી શકયતાઓ છે.

FIT બુકીંગમાં એરલાઈન્સ રીફંડ પેટે  રૂપિયા નથી આપતી પણ ડેઈટ ચેન્જ કરી દે છે. કેસ હાથ ઉપર નથી તેવી ચર્ચા છે.

-  ટૂર ઓપરેટર્સે ૨૫ થી ૪૦ ટકા રૂપિયા એરલાઈન્સને  એડવાન્સ આપ્યા હોવાનંુ જાણવા મળે છે.

-  ૨૫ હજારથી ૫ લાખ રૂપિયા એક ટ્રાવેલ એજન્ટ - ગ્રુપ ઓપરેટરોએ જાહેરાત પાછળ ખર્ચ કર્યા.

-  દુબઇ, સિગાપુર સહિત અન્ય દેશમાં ઓફિસ રાખીને બુકીંગ પોર્ટલ રાખો તો ટેક્ષ ન લાગે અને  ૧૦ ટકા ફાયદો.

TAFI (ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ગુજરાત સરકાર સમક્ષ થયેલ માંગણી

* સરકાર દ્વારા કોમર્શીયલ  ટેક્ષમાં માફી આપવામાં આવે.  

* GST ભરવાની તારીખ લંબાવવામાં આવે.

* ટેક્ષ રીલેટેડ વ્યાજમાં માફી આપવામાં આવે.

(3:57 pm IST)