Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પાકિસ્તાનમાં કોરોના કહેર જારી : સેના બોલાવવી પડી

સ્થિતિ નહીં સુધરે તો બે કરોડ લોકોને અસર થશે : પંજાબ પ્રાંતમાં જીવનરક્ષક સાધનોની જોરદાર અછત થઇ

ઇસ્લામાબાદ, તા. ૨૨ : કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત પમ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનમાં કેસોની સંખ્યા ૬૪૫ સુધી પહોંચી ગઈ છે અને ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. પાકિસ્તાનમાં વસતીની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા પ્રદેશ સિંધમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે. એકલા સિંધમાં કોરોનાના ૨૯૨ મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. હાલત એટલી ખરાબ છે કે સિંધમાં વ્યવસ્થાને સાચવવા માટે સેનાને બોલાવવામાં આવી છે. સિંધમાં સ્થિતિને ધ્યાનમાં લઇને એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. સિંધ પ્રાંતના પાટનગર કરાંચીમાં કોરોનાના ૧૦૫ મામલા સપાટી ઉપર આવ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, આ માત્ર શરૂઆત થઇ છે.

       જો પાકિસ્તાનમાં આવી જ રીતે કોરોનાનો ફેલાવો થશે તો આ વર્ષે જૂન સુધી બે કરોડ લોકો પાકિસ્તાનમાં સકંજામાં આવી શકે છે. સંકટને ધ્યાનમાં લઇને બલુચિસ્તાનની સરકારે સેનાને તૈનાત કરી દીધી છે. સરકારને દહેશત છે કે, જો આવી સ્થિતિ સર્જાશે તો પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે. બલુચિસ્તાનમાં કોરોનાના ૧૦૪ લોકો અસરગ્રસ્ત થયા છે. સમગ્ર પાકિસ્તાનમાં ટેસ્ટિંગ કિટ જોવા મળી રહી નથી. કોરોનાથી બીજા સૌથી પ્રભાવિત ક્ષેત્રમાં પંજાબનો સમાવેશ થાય છે જ્યાં જીવન રક્ષક સાધનોની ખુબ કમી થયેલી છે. પંજાબ પાકિસ્તાનના સૌથી મોટા વસતીવાળા રાજ્ય તરીકે છે. અહીં ૧૫૨ લોકો સકંજામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વેન્ટીલેટરની નિકાસ ઉપર ચીનને બાદ કરતા સમગ્ર દુનિયામાં પ્રતિબંધ હોવાના કારણે પરેશાની આવી રહી છે. બીજી બાજુ ચીને જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનને વેન્ટીલેટર અને માસ્ક આપશે. દેશને મહાસંકટમાંથી બચાવી લેવા માટે ઇમરાન સરકારે અનેક ટ્રેનો રોકી દીધી છે.

       ઇન્ફેક્શનને રોકવા માટે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સે પોતાની તમામ ફ્લાઇટો અટકાવી દીધી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, સરકારના આદેશ ઉપર તમામ ઉંડાણો રોકવામાં આવી છે. આ નિર્ણય ૨૮મી માર્ચના દિવસ સુધી અમલી રહેશે. રેલવે મંત્રી શેખ રાશીદ અહેમદે કહ્યું છે કે, દેશમાં ૩૪ ટ્રેનોના સંચાલનને રમઝાનના ૧૪માં દિવસ સુધી રોકી દેવામાં આવશે. કોરોના વાયરસના લીધે લોકો ટ્રેનોમાં ઓછી મુસાફરી કરી રહ્યા છે.

પાકમાં કોરોના કહેર....

ઇસ્લામાબાદ, તા. ૨૨ : કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત પમ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનમાં કેસોની સંખ્યા ૬૪૫ સુધી પહોંચી ગઈ છે અને ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. પાકિસ્તાનમાં વસતીની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા પ્રદેશ સિંધમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે. એકલા સિંધમાં કોરોનાના ૨૯૨ મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. હાલત એટલી ખરાબ છે કે સિંધમાં વ્યવસ્થાને સાચવવા માટે સેનાને બોલાવવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

કેસોની સંખ્યા................................................ ૬૪૫

મોતનો આંકડો................................................. ૦૩

રિકવર થયેલા લોકો........................................ ૧૩

એક્ટિવ કેસોની સંખ્યા................................... ૬૨૯

ગંભીર લોકોની સંખ્યા...................................... ૦૨

(12:00 am IST)