Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાગેડુ વિજય માલ્યા પર કસાયો સકંજો :10મી જુલાઈ સુધીમાં સંપત્તિ ટાંચમાં લેવા કોર્ટે પોલીસને આપ્યો આદેશ

નવી દિલ્હી :નીરવ મોદી બાદ હવે ભાગેડુ વિજય માલ્યા પર સકંજો કસાયો છે દિલ્હીની એક કોર્ટે ફેરા કાયદાના ભંગ સંબંધિત મામલે લિકર કિંગ વિજય માલ્યાની બેંગ્લુરુ સ્થિત સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે

  . બેંગ્લુરુ પોલીસે ઈડીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એન કે મત્તા અને વકીલ સંવેદના વર્મા દ્વારા મામલે કોર્ટના પહેલાના આદેશને લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવતે તાજા નિર્દેશ જારી કર્યાં છે

  કોર્ટે રાજ્ય પોલીસને 10 જુલાઈ સુધી સંપત્તિઓ ટાંચમાં  લેવાના નિર્દેશ આપ્યા છે. તે દિવસે મામલે આગામી સુનાવણી થશે. અગાઉ બેંગ્લુરુ પોલીસે કોર્ટને સૂચિત કરી હતી કે તેમણે માલ્યાની 159 સંપત્તિઓની ઓળખ કરી છે પરંતુ તેઓ તેમાંથી કોઈ  પણ સંપત્તિને જપ્ત કરી શક્યા નથી. કોર્ટે મામલે ગત વર્ષ 4 જાન્યુઆરીના રોજ માલ્યાને ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો

  કોર્ટે ગત વર્ષ 8 મેના રોજ બેંગ્લુરુ પોલીસ કમિશનર દ્વારા મામલે માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાના નિર્દેશ આપ્યા હતાં અને તેના પર રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે માલ્યા વિરુદ્ધ 12 એપ્રિલ 2017ના રોજ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. જો કે વોરંટને લાગુ કરવા માટે તેમાં કોઈ સમયમર્યાદા નહતી

(11:55 pm IST)