Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ડાંસર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ :મથુરાથી હેમામાલિની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે

 

હરિયાણાની ડાંસર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ છે કોંગ્રેસ નેતાઓએ સપના ચૌધરીને પાર્ટીમાં સામેલ કરી છે.ત્યારે એક હેવાલ મુજબ સપના મથુરાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

 સપનાના યૂપી અને બિહારમાં પણ ફેન ફોલોઈંગ છે. તેને જોઈ કોંગ્રેસ નિર્ણય લઈ શકે છે. સૂત્રો અનુસાર, મથુરાથી હેમા માલિની વિરુદ્ધ સપનાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

    12 વર્ષની ઉંમરમાં તેણે પિતાને ગુમાવ્યા બાદ પોતાના સંઘર્ષના દમ પર પોતાના પરિવારનું પાલન પોષણ કર્યું. હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાને તેના પહેલા ગીતે સુપરસ્ટાર બનાવી દીધી હતી. ગીતના બોલ હતા 'સોલિડ બોડી'. એક ગીતથી સપના માત્ર હરિયાણા નહી પરંતુ યૂપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પમ ફેમસ થઈ ગઈ. સપનાનો જન્મ 25 સપ્ટેમ્બર 1990માં રોહતકમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શરૂઆતની શિક્ષા રોહતકમાં કરી. પિતા રોહતકમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા.

(11:02 pm IST)