Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ઉમા ભારતીજી ૧૮ મહિના સુધી ગંગા કિનારે પ્રાચીન મંદિરોની યાત્રા કરશે : પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યા : આ લોકસભાની ચૂંટણીથી દૂર રહેશે

 નવી દિલ્હી : ભાજપના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ઉમા ભારતી લોકસભાની ચૂંટણી લડશે નહીં અને ભાજપના સંગઠન માટે કામ કરશે. ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ એક પત્રકાર પરિષદમાં આ બાબતની જાણકારી આપી હતી. તે સાથે શ્રી નડ્ડાએ કહ્યું હતું કે ઉમા ભારતીને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.


 ઉમાજી એ જાહેર કર્યું છે કે તેઓ ગંગા તટના કિનારે આવેલ મંદિરોની અઢાર મહિના યાત્રા કરવા માંગે છે. 2016માં જ ઉમાજીએ જાહેર કરી દીધેલ કે તેઓ ચૂંટણી લડવાના નથી. ઉમાજીએ એ વાતનો પણ ઇન્કાર કરેલ કે તેઓએ ઝાંસીના બદલે કોઈ સલામત બેઠક ઉપરથી લડવાની માગણી કરેલ. ઉમાજીએ કહ્યું કે ચૂંટણી લડીશ તો ઝાંસીથી જ લડવાની છું કારણકે ઝાંસી એ મને દીકરી માની છે. પરંતુ ૧૮ મહિના યાત્રા પાર જવાની છું એટલે જ ચૂંટણી લડવાની ના પાડી છે. ૫૯ વર્ષના ઉમા ભારતી પક્ષ સંગઠનમાં ધ્યાન આપશે.

(10:13 pm IST)