Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુજરાતનાં 15 પૈકી 14 ઉમેદવારો રિપીટ : સુરેન્દ્રનગરથી દેવજી ફતેપુરાને બદલે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ

અમદાવાદ :લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં મોટાભાગના રિપીટ થયા છે જોકે સુરેંદ્ર્નગરમાંથી દેવજી ફતેપરાને બદલે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળી છે ગુજરાતની 26 પૈકી એક સીટ ગાંધીનગર માટે અમિતભાઈ  શાહનાં નામની અગાઉ જાહેરાત બાદ વધુ 15 લોકસભા બેઠકો પર ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી છે.

  ગુજરાત માટે જાહેર કરેલી બીજી યાદીમાં મોટા ભાગનાં વર્તમાન સંસદસભ્યોને  રીપીટ કરવામાં આવ્યા છે ગુજરાતના 15 ઉમેદવારો યાદીમાં જાહેર થયા છે અગાઉ ગાંધીનગર સીટ પરથી અમિતભાઈ  શાહની જાહેરાત થઇ ચુકી છે જેથી ગુજરાતની 26 પૈકી કુલ 16 સીટોના ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે.

 

જાહેર થયેલા ઉમેદવારોની યાદી

 • કચ્છ- વિનોદ ચાવડા 
 • સબરકાંઠા- દિપસિંહ રાઠોડ 
 • અમદાવાદ વેસ્ટ- કિરિટ સોલંકી 
 • સુરેન્દ્રનગર - મહેન્દ્રભાઇ મુજપરા 
 • રાજકોટ- મોહનભાઇ કુંડારિયા 
 • જામનગર-પુનમબેન માડમ
 • અમરેલી- નારણભાઇ કાછડિયા
 • ભાવનગર- ભારતીબેન શીયાલ 
 • ખેડા- દેવુસિંહ ચૌહાણ 
 • દાહોદ- જસવંત સિંહ ભાભોર 
 • વડોદરા- રંજનબેન ભટ્ટ 
 • ભરૂચ- મનસુખ વસાવા 
 • બારડોલી- પ્રભૂભાઇ વસાવા 
 • નવસારી- સી.આર પાટીલ 
 • વલસાડ- કે.સી પટેલ 
(9:42 pm IST)
 • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

 • જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તીએ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મહેબુબાએ શનિવારે કહ્યું કે તેઓ અનંતનાગ સંસદીય મતદારક્ષેત્રથી ચૂંટણી લડશે. આ પહેલા, પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ તેમની પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાણ થવાની વાતને નકારી દિધી હતી. પીડીપીએ આજે ​​બે ઉમેદવારો નામોની જાહેરાત કરી હતી જેમાં એક મહેબુબા મુફ્તી , જ્યારે બીજા શ્રીનગરથી અગા મોહસીન છે. access_time 8:18 pm IST

 • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST