Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પાકિસ્તાનના લાહોરમાં આવેલો શાદમાન ચોક હવેથી ''ભગતસિંહ ચોક'' તરીકે ઓળખાશેઃ આ ચોકમાં વીર ભગતસિંહ સહિત ૩ ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ હતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના લાહોરમાં ૨૩ માર્ચ ૧૯૩૧ના દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. લાહોરમાં ફાંસીની જગ્યા તરીકે ઓળખાતા શાદમાન ચોકનું નામ બદલી ભગતસિંહ ચોક રાખવાનું પ્રશાસને નક્કી કર્યુ છે તથા વીર ભગતસિંહને ક્રાંતિકારી નેતા તરીકે માન્યતા આપી છે. જે બાબત ફાંસીની ઘટનાના ૮૮ વર્ષ પછી સાકાર થતા ભગતસિંહ મેમોરીઅલ ફાઉન્ડેશનના ચેરમેન ઇમ્તિીયાઝ રાશિદ કુરેશીએ આવકારેલ છે.

સાથોસાથ તેમણે ભગતસિંહને નિશાન-એ-ખૈદરનો ખિતાબ આપવાની માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)
  • બિહારમાં એનડીએના ૪૦ ઉમેદવારોની જાહેરાત : બેગુસરાયથી બીજેપીના ગિરીરાજસિંહને ટીકીટ : પટણા સાહિબથી શત્રુઘ્નસિંહાનું પત્તુ કપાયુ : પટના સાહિબથી બીજેપીના રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે access_time 3:18 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST

  • યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધથી મહેબુબા મુફ્તી ભડકી ;કહ્યું આ પ્રતિબંધ કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે ;જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ યાસીન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધને હાનિકારક ગણાવ્યું :કહ્યું કે આ પગલાંથી કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે :તેનાથી કાઈ હાંસલ નહિ થાય access_time 12:47 am IST