Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જેટ વધુ મુશ્કેલીમાં : ૧૩ આંતરરાષ્ટ્રીય માર્ગો બંધ

એપ્રિલના અંત સુધી ૧૩ રુટની સેવા બંધ : વધુ સાત વિમાનોની સેવા ભાડા નહીં ચુકવાતા બંધ કરવા ફરજ : વિમાનોની સંખ્યા વધીને ૫૪ ઉપર પહોંચી ગઈ

મુંબઈ, તા. ૨૩ : જેટ એરવેઝ સામે જોરદાર સંકટ સર્જાઈ ગયું છે. હવે તેની પાસે રહેલા વિમાનો પૈકી ઓપરેશનરીતે માત્ર એક ચતુર્થાંશ વિમાનો જ રહ્યા છે. એપ્રિલ મહિનાના અંત સુધી ૧૩ ઇન્ટરનેશનલ રુપ ઉપર સર્વિસ જેટ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જુદા જુદા કારણો આના માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. સાત વધુ વિમાનો ભાડાની ચુકવણી નહીં થવાના કારણે ઓપરેશનથી બહાર કરવામાં આવ્યા છે. આની સાથે જ ઓપરેશનની બહાર કરી દેવામાં આવેલા વિમાનોની સંખ્યા ૫૪ થઇ ગઇ છે. ઉપરાંત એરલાઈને ફ્રિકવંશી પણ સાત અન્ય વિદેશી રુટ ઉપર ઘટાડી દીધી છે. મોટાભાગે દિલ્હી અને મુંબઈથી આ રુટ રહેલા છે. જેટલાઇટના બે વિમાનો સહિત વધારાના સાત વિમાનોની સેવા રોકી દેવામાં આવી છે. તેમના સંબંધિત ભાડાપટ્ટાના કરારો હેઠળ ભાડાની ચુકવણી નહીં થવાના કારણે આ વિમાનોની સેવા બંધ કરી દેવામાં આવી છે. શુક્રવારે મોડી સાંજે સ્ટોક એક્સચેંજમાં રિપોર્ટ રજૂ કરીને એરલાઈન દ્વારા આ અંગેની વાત કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું છે કે, અગાઉ કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ તેની વિમાનો ભાડાપટ્ટે આપવા મુદ્દે વાતચીત ચાલી રહી છે. ટૂંકમાં જ વિવાદનો ઉકેલ આવી જશે. લિક્વિડીટીની સ્થિતિને સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝે મુંબઈ-માન્ચેસ્ટર રુટ ઉપર સર્વિસ પહેલાથી જ બંધ કરી દીધી છે. નરેશ ગોયલના અંકુશવાળી એરલાઈને અગાઉ ૬૦૦ દરરોજની ફ્લાઇટો સામે એક ચતુર્થાંશ ફ્લાઇટો જ અમલમાં છે. એરલાઈન્સે દિલ્હીથી અબુધાબીની સેવા પણ બંધ કરી દીધી છે. હોંગકોંગ અને રિયાદની સેવા પણ ટુંકાવી દેવામાં આવી છે. બેંગ્લોર-સિંગાપોર રુટ ઉપર સેવા સસ્પેન્ડ કરી દીધી છે.

 

 

(7:24 pm IST)