Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષમાં ફ્લોપ ફિલ્મ જ ચલાવી છે : રાહુલ ગાંધી

મનની વાત સાંભળી સાંભળીને લોકો થાકી ગયા : વડાપ્રધાન મોદી, સંઘ અને ભાજપને લઇને બિલકુલ ભયભીત નથી લોનમાફીની વાત પણ થઇ રહી નથી : રાહુલ ગાંધીનો ઘટસ્ફોટ

પૂર્ણિયા, તા. ૨૩ : વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે રાજકીય ગરમી ચરમસીમા પર છે ત્યારે પૂર્ણિયામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર કરીને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની દેવા માફી અને રાફેલના બહાને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે સંઘ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ મોદી અથવા તો સંઘથી અથવા તો ભાજપથી ભયભીત નથી. માત્ર સચ્ચાઈ લડાઈ તેઓ લડી રહ્યા છે. દરરોજ લોકોના પૈસા લુંટવામાં આવી રહ્યા છે. મોદી દેશના ૧૫ લોકોની ચિંતા કરી રહ્યા છે. ગરીબ લોકોની ચિંતા કરી રહ્યા નથી. રાહુલે આ ગાળા દરમિયાન આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી મોદીએ ફ્લોપ ફિલ્મો ચલાવી છે. લોકો મન કી બાત સાંભળી સાંભળીને થાકી ગયા છે. ભાજપ સરકારને બદલવાનો સમય આવી ગયો છે. રાહુલે કહ્યું હતું કે, આના માટે તમામ લોકોના સાથની જરૂર છે. આ ગાળા દરમિયાન રાહુલે કહ્યું હતું કે, ભાજપ, મોદી અને સંઘથી તેઓ ભયભીત નથી. રાહુલે એમ પણ કહ્યું હતું કે, મોદીએ બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ રોજગાર આપવામાં આવ્યા નથી. ખેડૂતોની દેવા માફી પણ કરવામાં આવી નથી. બિહારના લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષિત કરતા રાહુલે કહ્યું હતું કે, જો તેમની સરકાર આવશે તો લઘુત્તમ આવક માટે એક રુપરેખા તૈયાર કરવામાં આવશે. આ રુપરેખા હેઠળ જે લોકો આવશે તેના બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે જ્યારે ભાજપના લોકો અમીરોને પૈસા આપી શકે છે તો અમે ગરીબોને પૈસા કેમ આપી શકીએ નહીં. રાહુલે સંઘ ઉપર પણ પ્રહાર કર્યા હતા. પોતાની સરકારોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં ખેડૂતોની સ્થિતિ સુધરી રહી છે. સરકાર બન્યા બાદ લોન માફી થઇ રહી છે. રાફેલ ડિલના બહાને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ચોકીદાર ચોર બની ગયા છે.

 

(7:17 pm IST)