Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ અને કેશ મેનેજમેન્ટ યોજનાના માપદંડોના અભાવે ૩૧ માર્ચ સુધીમાં પ૦ ટકા અેટીઅેમ બંધ થઇ જશે

દેશની અડધાથી વધુ વસતી એટીએમનો ઉપયોગ કરે છે, પરંતુ ત્યારે શું થશે જ્યારે દેશના અડધાથી વધુ એટીએમ બંધ થઇ જશે. જી હાં, 31 માર્ચ સુધી દેશના અડધાથી વધુ એટીએમ બંધ થઇ શકે છે. ઉદ્યોગ સંગઠન કંફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે CATMi દ્વારા આ સૂચના આપવામાં આવી છે. દેશભરમાં લગભગ 2.38 લાખ એટીએમ છે, જેમાંથી લગભગ 1.13 લાખ એટીએમને બંધ કરવામાં આવી શકે છે. CATMiએ ચેતાવણી જાહેર કરતાં કહ્યું કે એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ અને કેશ મેનેજમેન્ટ યોજનાના માપદંડોના અભાવે 50 ટકા એટીએમ બંધ થઇ જશે. CATMi એ આ વાતની આશંકા ગત વર્ષે પણ વ્યક્ત કરી હતી.

 

શું છે મામલો

CATMi ના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં હાલ લગભગ 2,38,000 એટીએમ છે, જેમાંથી એક લાખ ઓફ-સાઇટ અને 15,000થી વધુ વ્હાઇટ લેબલ એટીએમ સહિત કુલ 1,13,000 એટીએમ બંધ થઇ શકે છે. એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે નિયમનકારી દિશાનિર્દેશો, કેશ મેનેજમેન્ટ માપદંડોની તાજેતરની શરતો અને કેશ લોડિંગ કેસેટ સ્વેપ પદ્ધતિના લીધે સંગઠનને આ પગલું ભરવા માટે મજબૂર બનવું પડ્યું છે. તેમાંથી મોટાભાગના બિન-શહેરી ક્ષેત્રો હશે. એટીએમ બંધ થતાં ઉદ્યોગમાં ભારે બેકારી પણ આવશે, જે પુરી અર્થવ્યવસ્થામાં નાણાકીય સેવાઓ માટે હાનિકારક હશે.

3,000 કરોડનો વધારાનો બોજો

નોટબંધી બાદથી 2000, 500, 200 અને 100 રૂપિયાની નવી નોટ ચલણમાં છે. આ નોટોની સાઇઝ પણ અલગ છે. એટલા માટે હવે નવી નોટો મુજબ એટીએમ સિસ્ટમને પણ બદલવામાં આવી રહી છે. તેના માટે એટીએમમાં નોટ રાખવાના ખાચા (કેસેટ)ને પણ બદલવામાં આવી રહ્યા છે. આ પુરી વ્યવસ્થાને બદલવા માટે એટીએમ ઇંડસ્ટ્રી પર લગભગ 3,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.

ગ્રામીણ વિસ્તારોમાં વધુ અસર

કેટમીના અનુસાર આ બંધીના સૌથી વધુ અસર ગ્રામીન વિસ્તારો પણ પડશે અને આ બંધીમાંથી ગ્રામીણ અર્થવ્યવસ્થા ગરબડ થઇ શકે છે, કારણ કે હવે મોટાભાગના લોકો પૈસા કાઢવા માટે એટીએમનો ઉપયોગ કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં સબસિડીના લાભાર્થી પણ સબસિડીના પૈસા કાઢવા માટે એટીએમનો ઉપયોગ કરે છે. એટીએમ ઇંડસ્ટ્રીનું કહેવું છે કે તાજેતરમાં નિયમનકારી ફેરફારોને, જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર અપડેશન સામેલ છે, એટીએમ સંચાલનને મુશ્કેલભર્યું છે, જેમાં એટીએમ્સને બંધ કરવા પડશે.

કેમ મજબૂર છે કંપનીઓ

નિયમોમાં ફેરફારથી સ્થિતિ હવે વધુ ખરાબ થઇ ગઇ છે. એટીએમ સેવાઓ આપનાર કંપનીઓ પાસે વધારાના બજેટને પુરૂ કરવા માટે કોઇ અલગથી નાણાકીય સાધન નથી. એટલા માટે એટીએમ બંધ કરવા માટે મજબૂર થવું પડશે. ઇંડસ્ટ્રીનું કહેવું છે કે આ પરિસ્થિતિથી બહાર નિકળી શકાય છે જ્યારે બેંક આ નિયમોના અનુપાલન પર થનાર વધારાના ખર્ચને પોતે ઉપાડે છે.

ATM સર્વિસ પડી રહી છે મોંઘી

ગત કેટલાક સમયથી દેશમાં ATM લગાવવાની સર્વિસથી થનાર આવક વધી શકી નથી. તેના લીધે ખૂબ ઓછા ATM ઇન્ટરચેંજ ચાર્જિસ અને સતત વધી શકે છે. જો બેંકો એટીએમ સંચાલક કંપનીઓને આ વધારાના ખર્ચ માટે વળતર આપવામાં નહી આવે તો તેમને પોતાની સર્વિસથી સરેંડર કરનાર ઉપરાંત અને કોઇ વિકલ્પ બચશે નહી. જેના લીધે મોટી સંખ્યામાં એટીએમ બંધ થઇ જશે. એટીએમ એક સેવા છે, એટલા માટે સિસ્ટમમાંથી ખૂબ મોટા રાજસ્વની આશા ન કરી શકાય. તેનો પડતર અને તેના સંચાલનનો ખર્ચ સતત વધી રહ્યો છે.

તાત્કાલિક બંધ થઇ જશે 15000 એટીએમ

ઇંડસ્ટ્રીને સતત થઇ રહેલા નુકસાનના લીધે દેશભરમાં લાગેલા લગભગ 15000 હજાર વ્હાઇટ એટીએમ મશીનોને તાત્કાલિક બંધ કરવા પડશે. સોફ્ટવેર અને સિસ્ટમને બદલવી ખૂબ મોટો પડકાર છે. નાની નોટ સમયાંતરે નાખવી પડે છે. નાની નોટોના લીધે એટીએમ જલદી ખાલી પણ થઇ જાય છે. એવામાં એટીએમના સંચાલન માટે પહેલાં 200 કર્મચારી સંચાલિત કરતા હતા, પરંતુ હવે લગભગ 1000 કર્મચારીઓનીજ અરૂર પડશે.

(4:49 pm IST)