Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોબાઇલ ટાવરો વધારે છે બીમારીઓનું નેટવર્ક

રેડીયેશનના કારણે થાક, અનિંદ્રા, સ્ટ્રેસ, ચીડીયાપણું, માથાનો દુખાવો, બ્રેઇન ટયુમર, નપુંસકતા જેવી બિમારીઓ

તા.૨૩: હનીફ સીદ્દીકીના ૯-૨-૧૯ના એક અહેવાલ અનુસાર જીડીએ કોઇપણ પ્રકારની તપાસ વગર ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં મોબાઇલ ટાવર લગાવવાની પરમીશન આપી દે છે. મોબાઇલ ટાવર માંથી નિકળતા રેડીયેશનની અસરો ખાસ કરીને બાળકો પર વધારે થાય છે. મોબાઇલ ટાવરથી નિકળતા રેડીયેશનથી અભ્યાસ કરતા બાળકો પર બહુ ખરાબ અસરો થાય છે. તેના કારણે થાક, અનિંદ્રા, ડીપ્રેશન, કેન્સર, બ્રેન ટયુમર સહિત ઘણા પ્રકારની બિમારીઓ થવાનું જોખમ ઉભું થાય છે.

મોબાઇલ ટાવર માંથી નિકળતા ઇલેકટ્રો મેગ્નેટીક કિરણો કેન્સરનું કારણ બને છે. આ રેડીયેશનથી પશુઓ પર પણ અસર થાય છ. આજ કારણ છ ેકે જે વિસ્તારોમાં મોબાઇલ ટાવરો વધારે સંખ્યામાં હોય છે ત્યાં પક્ષીઓની સંખ્યા ઓછી થઇ જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજ કારણથી મોબાઇલ ટાવર હોય તેવા વિસ્તારોમાં મધમાખીઓ નથી જોવા મળતી.

નિષ્ણાંતો અનુસાર, મોબાઇલ ટાવરના ૩૦૦ મીટર એરીયામાં સોૈથી વધારે રેડીયેશન નિકળે છે. ટાવરમાં લાગેલા એન્ટેનાના સામેના ભાગમાં સૌથી વધારે વેવ્ઝ નીકળે છે. ટાવરના એક મીટરના એરીયામાં તેનાથી પણ ૧૦૦ ગણુ વધારે રેડીયેશન હોય છે. ટાવર પર જેટલા વધારે એન્ટેના લાગેલા હશે રેડીયેશન પણ એટલું જ વધારે નિકળશે. જેના કારણે આસપાસના લોકોને પણ નુકશાન થશે.

ડોકટર જામીનઅલીનું કહેવું છે કે મોબાઇલ ટાવર સેફ ઝોનમાં લગાવવા જોઇએ. ટાવરમાંથી નિકળતા રેડીયેશનથી માણસો ઉપરાંત જાનવરો પર પણ ખરાબ અસરો થાય છે. મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. શેૈલેન્દ્ર સિંહ કહે છે કે, મોબાઇલ ટાવરના રેડીયેશન થી ડીપ્રેશન, બ્રેઇન ટયુમર સહિત અનેક ભયંકર બિમારીઓ થઇ શકે છે. ટાવરમાંથી નિકળતા કિરણો આપણને દેખાતી નથી હોતી.

ઇલેકટ્રોમેગ્નેટીક સ્પેકટ્રમ અંતર્ગત ૭ પ્રકારના રેડીયેશન ગણવામાં આવે છે. જેને બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવે છે. લોનીઝીંગ અને નોન લોનીઝીંગ રેડીયેશન, લોનીઝીંગ રેડીયેશનમાં હાઇ ફ્રીકવંસી વાળા ઇલેકટ્રોમેગ્નેટીક કિરણો સામેલ કરવામાં આવે છે. જેમાં હાઇ ફ્રીકવંસી અલ્ટ્રાવાયોલેટ, એકસરે, ગામા રે અને પરમાણું ઉર્જા યંત્રો અને પરમાણું વિસ્ફોટથી નિકળતા વેવ્સ શામેલ હોય છે. આ વેવ્સના સંપર્કમાં આવવાથી કેન્સર સહિતની ઘણી ઘાતક બિમારીઓ થઇ શકે છે. તેનું કારણ એ છે કે આ વેવ્સની ઇલેકટ્રોમેગ્નેટીક પાવર અને ફ્રીકવંસી બહુ વધારે હોય છે. તેના સંપર્કમાં આવવાથી કોઇ પણ માણસ અથવા જાનવરના ડીએનએમાં વિઘટન અથવા ફેરફાર થઇ શકે છે. તેની અસરથી એક વ્યકિત જ નહીં પરંતુ તેની આવનારી પેઢીઓ પણ ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ શકે છે. મોબાઇલ ટાવરના રેડીયેશન નોન લોનીઝીંગ કેટેગરીમાં આવે છે એટલે તેની આટલી ગંભીર અસરો નથી થતી પણ ડોકટરો અનુસાર મોબાઇલ ટાવરના રેડીયેશનના વર્તુળમાં સતત રહેવાથી થાક, અનિંદ્રા, ડીપ્રેશન, ચીડીયાપણું, માથાનો દુખાવો, બ્રેઇન ટયુમર, નપુંસકતા જેવી બીમારીઓ થાય છે.

(3:35 pm IST)