Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આઇપીએલ-ઇલેકશનઃ સટ્ટા બજારમાં તેજીનો પવન

મોટા બુકીઓએ નેટવર્ક ગોઠવી વલણ લખવાના શરૂ કર્યાઃ ક્રિકેટ અને ચૂંટણીની બે સ્ક્રીપ્ટઃ લોકસભામાં ભાજપને ૨૪૮-૨૫૧ સીટ ઉપર જીતાડી રહેલું સટ્ટાબજાર

મુંબઇ, તા.૨૩: લોકસભાની ચુંટણી ધીરે ધીરે ગરમાટો પકડી રહી છે. ઉમેદવારો જાહેર કરાયા બાદ રાજકીય પંડિતો ગણતરી કરી પક્ષોની હારજીતનું ભાવિ ભાખશે. આનાથી વિપરિત સ્થિતિ સટ્ટા બજારમાં જોવા મળી રહી છેે. જે સંજોગોમાં ચૂંટણી જાહેર થઇ અને ત્યાર પછી જે સ્થિતિ ઉભી થઇ છે. એનું આંકલન કરી સટ્ટાબજાર હારજીતના દાવ ખેલવા માંડયું છે.

વર્તમાન સમયે સટ્ટા બજારમાં ભાજપનું પલડુ નમેલુ દેખાય રહ્યું છે. બુકીઓના મતે ભાજપને ૨૪૮થી ૨૫૧ સીટ મળી શકે છે. પુલવામાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઉઠેલો જુવાળ અને ભાજપી નેતાઓના આકરાં નિવેદનો વચ્ચે ચૂંટણી જાહેર થઇ હતી. એ સમયે એટલે કે ઉધડતાં બજારે ભાજપને ૨૮૦-૨૮૨ બેઠકો મળે એવી ગણતરી મૂકાઇ હતી. પાકિસ્તાન ઉપર હુમલો કે એવી જ કોઇ કાર્યવાહીની શકયતાં વચ્ચે ખુલેલું આ બજાર હાલ ૨૪૮-૨૫૧ સીટ ઉપર છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિમાં કોઇ ફરક પડ્યો નથી. કોંગ્રેસને ૭૪-૭૬ બેઠક મળે એવું આકંૅલન સટ્ટાબજાર લગાવી રહ્યુ છે.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની વાત કહો કે સ્થિતિ રોચક છે. ગત ટર્મમાં ભાજપે કિલન સ્વીપ કરી છવ્વીસે છવ્વીસ બેઠક જીતી હતી. ત્યારબાદ પાટીદાર આંદોલન અને તેને પગલે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મતોનું નૂકશાન થયું હતું. હાર્દિક પટેલનું ફેકટર જેટલું ગાઇ વગાડીને રજૂ કરાતુ હતું. એટલે મોટું નૂકશાન ભાજપને પહોચાડી ન શકયું પણ નડ્યું જરૂર હતું. હવે હાર્દિક કોંગ્રેસમાં જોડાઇ જતાં બાજી ફરી પલટાઇ છે. સમાજનું ફેકટર નામરોષ થયું અને પ્યોર પોલિટીકલ વોર થશે. હાલ રાજયમાં જે વાતાવરણ છે. એ જોતા ભાજપને ૨૨-૨૪ સીટ મળે એવી ગણતરી સાથે સટ્ટાબજારમાં વલણ લખાવા માંડયા છે. જો કે ઉમેદવારૃં લીસ્ટ જાહેર થયા બાદ પક્ષોમાં થતાં કંકડસ બળવાખોરી અને તેને ઠારવામાં પક્ષની સફળતાં જેવા પેરામીટર્સ ઉપર હજુ સટ્ટાબજાર તેની ચાલ બદલશે એવું સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:34 pm IST)