Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અધધ... રૂ.૮૯પ કરોડની સંપત્તિ : કોંગ્રેસના વિશ્વેશ્વર રેડ્ડી તેલુગુ સ્ટેટમાં સૌથી શ્રીમંત નેતા

હૈદ્રાબાદ : તેલંગણાના ચેવીલા લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભરનાર કોંગ્રેસના કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડીએ પોતાની મિલ્કત રૂ. ૮૯પ કરોડની હોવાનું જણાવ્યું છે : બંને તેલુગુ સ્ટેટમાં તેઓ સૌથી વધુ ધનાઢય ઉમેદવાર છે તેમની પાસે જંગમ રૂ. રર૩ કરોડ અને પત્ની કે જેઓ એપોલો હોસ્પિટલના જોઇન્ટ એમડી છે તેમની સંપતિ રૂ. ૬૧૬ કરોડની છે જોકે પરિવાર પાસે કાર કે મોટર સાયકલ નથી : તેમની સ્થાવર મિલ્કત રૂ. ૬૬ કરોડ છે જયારે પત્નીની ૧.૮૧ કરોડની છે

(3:26 pm IST)