Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મહારાષ્ટ્રમાં 'પ્રેસ' લખેલી મસિર્ડીઝ કારમાંથી બે કરોડની રોકડ મળી

દેશના અન્ય તમામ ભાગોની જેમ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આ જિલ્લાના અમલનેર ગામમાં એક ચેક-પોસ્ટ નજીક ઈલેકશન વિજિલન્સ ટૂકડીના સભ્યોએ એક મસિર્ડીઝ કારમાંથી રુ. બે કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ બનાવના સંદર્ભમાં એમણે બે જણની ધરપકડ પણ કરી છે.

ચૂંટણી આચારસંહિતાના અમલના સંદર્ભમાં ચૂંટણી પંચની આ ટીમ ચેકનાકા પર ચાંપતી નજર રાખી રહી હતી. એ દરમિયાન એક કાર પર શંકા જતા એમણે તેને રોકી હતી અને અંદર તલાશી લીધી હતી. એમના આશ્યર્ય વચ્ચે અંદરથી રુપિયા બે કરોડની રોકડ રકમ મળી આવી હતી.

એ રકમ બે બેગમાં રાખવામાં આવી હતી. કારમાંથી કોઈ પ્રકારનું ચૂંટણી સાહિત્ય મળી આવ્યું નહોતું.  કારના આગળના કાચ પર ડાબી બાજુએ 'પ્રેસ' લખ્યું હતું, પરંતુ અધિકારીઓને શંકા ગઈ હતી અને એમણે કારને રોકી હતી. આ રકમ એમણે આવકવેરા વિભાગને સુપરત કરી દીધી છે અને આ કેસમાં તપાસ ચાલુ કરવામાં આવી છે.

(3:24 pm IST)