Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

૨૩ માર્ચ : ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ આઝાદી માટે આજના દિવસે શહાદત વ્હોરી હતી

આજે ૨૩મી માર્ચ એટલે ભારત દેશ આ દિવસને શહિદ દિવસ તરીકે મનાવે છે. આ જ દિવસે ભારતની આઝાદી માટે ક્રાંતિકારીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. ૨૩મી માર્ચ ૧૯૩૧ ના રોજ સાંજે ૭ કલાકે અને ૩૦ મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સ્થિત જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. તે સમયે ભગતસિંહની ઉંમર ફકત ૨૩ વર્ષ હતી. પરંતુ આટલી નાની ઉમર હોવા છતાં તેને ખબર હતી કે આખું ભારત વિખેરાય ગયેલું છે તેને એક સાથ જોડી શકાય તેમ છે. તે હંમેશા કહેતા કે આપણી શહાદતમાં જ આપણી જીત છે.

ભારતની આઝાદી માટે તેઓ જે વિચારતા હતા તેના પર તેને પૂરો ભરોસો હતો અને તેઓએ ખચકાટ અનુભવ્યા વગર તેમની જિંદગી દાવ પર લગાવી દીધી હતી. એવું ન હતું કે તે લોકો એ ઉતાવળો નિર્ણય લીધો હતો પરંતુ તેને ખ્યાલ હતો કે આ નિર્ણય થી જ ભારતને આઝાદી મળી શકશે. અંગ્રેજોને પણ ખબર પડી ગઈ હતી કે આ ત્રણેય ક્રાંતિકારી કઈ પણ કરી શકશે અને એને રોકવા માટે અંગ્રજોએ કેટકેલાય કેવા દવા તેમેજ રણનીતિ અપનાવી હતી પણ તેમ છતાં આ ત્રણેય કયારેય અંગ્રેજોના હાથમાં આવી નોતા શકતા. ભગતસિંહ અને તેમના સાથીએ કોઈ પદયાત્રા કે લોકો ને ભેગા કાર્ય વગર ફકત તેમના કેટલાકે સાથીદારો નો સાથથી અંગ્રજોને લોઢાના ચણા ચાવવા મજબુર કરી દીધા હતા. આ જ કારણ હતું કે અંગ્રેજો એ તેમને ફકત ફાંસીએ ચડાવી દીધા પરંતુ તેમના પાર્થિવ શરીરના ટુકડા કરીને તેમના અડધા બળેલા હાલતમાં શરીરને સતલુજ નદીમાં નાખી દીધું હતું. (૨૧.૨૧)

(3:21 pm IST)