Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જીએસટી નંબર વિના કરેલી ખરીદી પર બિલ્ડરે ૨૮ ટકા ટેકસ ચૂકવવો પડશે

૮૦ ટકા સમાન જીએસટી નંબર ધરાવતી એજન્સી પાસેથી જ ખરીદી કરવી પડશે

મુંબઇ તા.૨૩: રીઅલ એસ્ટેટમાં જીએસટીના દરમાં સુધારો કરવામાં આવ્યા બાદ જીએસટી વિનાની કંપની કે દુકાનદાર પાસેથી બિલ્ડરે માલની ખરીદી કરી હશે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ૨૮ ટકા જીએસટી ભરવાની સ્થિતિ સર્જાવાની છે.

રીઅલ એસ્ટેટમાં જીએસટીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી તેનુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, જેથી આગામી સપ્તાહમાં તેનું વિધિવત નોટિફિકેશન બહાર પાડવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે. જો કે નવા નોટિફિકેશનમાં બિલ્ડર દ્વારા જીએસટી નોંધણી વિનાની એજન્સી પાસેથી બિલ્ડીંગ મટિરિયલ્સ જેવા કે સિમેન્ટ, કપચી, રેતી,સ્ટીલ, ફર્નિચરનો સામાન સહિતની કોઇપણ મટિરિયલ્સની ખરીદી કરી હશે તો બિલ્ડરે ૨૮ ટકા રિવર્સ ચાર્જ મિકેનિઝમ ભરવો પડશે. જેથી બિલ્ડરે બિલ્ડીંગ બનાવતી વખતે ૮૦ ટકા સુધીની વસ્તુઓ જીએસટી ધરાવનાર એજન્સી પાસેથી જ ખરીદી કરવી પડશે.

કાગળ પર ખરીદી નહીં દર્શાવનાર બિલ્ડર ભેરવાશે

મોટાભાગના બિલ્ડરો ટેકસ બચાવવા માટે સસ્તા ભાવે વસ્તુની ખરીદી કરી હોય તેવું દર્શાવે છે. જયારે કેટલીક વસ્તુઓની ખરીદી કર્યાના બિલ  પણ ચોપડા પર દર્શાવવામાં આવતા નથી. તેના કારણે જ હવેલી બિલ્ડર દ્વારા કોઇપણ ખરીદી કરવામાં આવશે તો તેનો ટેકસ ભરવો પડશે. તેમજ કાગળ પર કરવામાં આવતી ગોલમાલ પણ બંધ થવાની શકયતા રહેલી છે. તેના કારણે જ ૮૦ ટકા સામાનની ખરીદી જીએસટી નંબર ધરાવતી એજન્સી પાસેથી ખરીદી જીએસટી નંબર ધરાવતી એજન્સી પાસેથી કરવાના નિયમોથી બિલ્ડરે જે પણ ખરીદી કરી હશે તેનું ક્રોસ વેરિફિકેશન પણ ઓનલાઇન જ થઇ જશે. લાંબા સમયથી કાગળ પર ચાલતા વેપલા બંધ થવાની શકયતા છે.

રીઅલ એસ્ટેટમાં જીએસટીના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. જોકે તેનું નોટિફીકેશન હજુ આવવાનું બાકી છે, તેમ છતાં જીએસટી નંબર ધરાવતી એજન્સી પાસેથી જ હવે કેપીટલ ગુડઝની સાથે ઇનપુટ ગુડઝની પણ ખરીદી કરવાનો નિયમ આગામી સમયમાં અમલી બનશે.

-રાજેશ ભઉવાલા, સીએ

(1:40 pm IST)