Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આમદની આઠઠની ખર્ચા રૂપિયા :જાહેર ક્ષેત્રની બેન્કોએ રિકવરી કરતા વધુ રકમ માંડવાળ કરી

રિકવરીમાં સરેરાશ વૃદ્ધિ છતાં માંડવાળની રકમ કરતા ઓછી

નવી દિલ્હી :ડિસેમ્બર કવાર્ટરમાં ર૦ જાહેર ક્ષેત્રની બેન્કોની રિક્વરી રકમ માંડવાળી કરતા પણ ઓછી રહી છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોએ કુલ ૩પ,૦પ૮ કરોડ રિક્વર કર્યા છે તેની સામે.૪૪,૯૯૮ કરોડ માંડીવાળ્યા છે. અગાઉ વર્ષના સમકક્ષ ગાળાની તુલનાએ રિક્વરીમાં ૩૭ ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે નાણાકીય વર્ષ ર૦૧૯ના બીજા ત્રિમાસિક ગાળાની તુલનો ૧પ ટકા વધારે રિક્વરી કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે લાર્જ નોન-પર્ફોમિંગ એસેટ્સ અત્યારે આઈસોલ્વન્સ મારફતે રિસોલ્યુશનની પ્રક્રિયા ચાલી રહી છે જેના કારણે હાલ તેમની રિક્વરી થઈ શકે તેમ નથી. ર૦ જાહેર ક્ષેત્રની બેન્કમાંથી ૧પ બેન્કોની રિક્વરી માંડી વાળેલ રકમ કરતા પણ ઓછી કરી છે. જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની રિક્વરી ખુબજ ઓછી થઈ છે. આ ગાળામાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૪૬પ કરોડ રિક્વર કર્યા છે તેની સામે બેન્કે ૪૦૬૯ કરોડ માંડી વાળ્યા છે.

  જો કે, માર્ચ કવાર્ટરમાં રિક્વરી રૂ.રપ૦૦ કરોડ થાય એવી અપેક્ષા છે. જેમાં બેન્કો એસ્સાર સ્ટીલનો રૂ.૪ર૪ કરોડ, ભુષણ પાવર એન્ડ સ્ટીલનો રૂ.૧પપ૦ કરોડ, આલોક ઈન્ડસ્ટ્રીઝનો રૂ.૧રપ૧ કરોડ, બોમ્બે રેયોન ફેશનનો રૂ.૯૬ કરોડના એક્સપોઝરનો સમાવેશ થાય છે. તે પછી યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ.રર૧ કરોડની રિક્વરી કરી છે તેની સામે રૂ.૧ર૧૧ કરોડ માંડી વાળ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા બંને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પ્રોમ્પટ કરેક્શન એક્શનના ફેમવર્ક હેઠળ કાર્ય કરી રહી છે. તે પછી આંધ્ર બેન્કે રૂ.પ૦૩ કરોડ રિક્વર કર્યા છે તેની સામે ડિસેમ્બર કવાર્ટરમાં રૂ.પપ કરોડ માંડી વાળ્યા છે.

(1:09 pm IST)