Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઈરાની હવે લોકસભાના ઉમેદવાર

જીતે તો રાજીનામુ આપવું પડશે :જોકે ભાજપને નુકશાન થવાની સંભાવના નથી :ધારાસભ્યોની પૂરતી સંખ્યા

અમદાવાદ :ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એવા અમિતભાઇ શાહ અને સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીમાં ઝપલાવ્યું છે ભાજપના બે સભ્યો હાલ રાજ્યસભામાં સભ્ય તરીકે રહેલાં છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિતભાઇ શાહ અને અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઇરાનીની પસંદગી થઇ છે..ત્યારે હવે જો આ બંન્ને ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતે તો બંન્ને સભ્યોએ તેઓની પસંદગીની એક બેઠક જાળવી અન્ય એક બેઠક પરથી રાજીનામું આપવું પડે

  ..જો કે રાજ્યસભામાં ભાજપના સંખ્યાબળ પર તેની અસર થવાની સંભાવના નહિવત છે. કારણ કે, હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100ને આંબી ગયું છે. પરિણામે રાજકીય ગણિતની દ્રષ્ટિએ 3 થી વધુ સભ્યો રાજ્યસભામા ભાજપના પસંદગી પામી શકે..તો કોંગ્રેસનું સંખ્યાબળ હાલ 71 છે…ત્યારે રાજકીય ગણિતની દ્રષ્ટિએ 2 સભ્યો પસંદગી પામી શકે છે ભાજપને રાજ્યસભામા કોઇ નુક્સાન થવાની સંભાવના નથી. રાજીનામું આપનારા કે લોકસભામાં જીતેલા ઉમેદવાર સામે ભાજપના જ ઉમેદવાર પસંદગી પામવાની શક્યતા વિશેષ રહેલી છે…

(11:56 am IST)