Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુરુગ્રામમાં પરિવારની મારપીટ મામલે કેજરીવાલનો મોદી પર આકરા પ્રહાર :હિટલર સાથે સરખાવ્યા

દિલ્હી નજીક ગુરુગ્રામમાં હોળીના દિવસે એક પરિવારની બદમાશો દ્રારા કરવામાં આવેલ મારપીટનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર વાયરલ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ટ્વીટ કર્યું છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો હિન્દુઓ નથી, હિન્દુઓના વેશમાં ગુંડા છે, તેમની પાર્ટી લુચ્ચા, લફંગા, ગુંડાઓની સેના છે,જેનાથી દેશ અને હિન્દુ ધર્મ બંનેને બચાવવા દરેક ભારતીયની ફરજ છે.

   દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે જે રીતે સત્તા માટે હિટલરના ગુંડાઓ લોકોની પિટાઈ કરતા હતા. તેમનું મર્ડર કરતા હતા. એ જ રીતે મોદી જી પણ સત્તા માટે કરવી રહ્યા છે, હિટલરના બતાવેલા રસ્તોઓ પર ચાલે છે. પરંતુ મોદી સમર્થકોને નથી દેખાતું કે આપણો ભારત ક્યાં જઈ રહ્યો છે?

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામના ભોંડસીના ભૂપસિંહ નગર વિસ્તારમાં મુસ્લિમ પરિવારના કેટલાક બાળકો સાંજ લગભગ સાડા 5 વાગ્યે ઘર બહાર ક્રિકેટ રમી રહ્યા હતા. આ મામલાને લઈને ત્યાં કંઇક વિવાદ થયો પછી 30 થી 35 બદમાશોએ શાહિદ નામના વ્યકિતને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઘરની છોકરીઓ, બાળકો અને સ્ત્રીઓએ સતત મદદ માંગી રહ્યા હતા, પરંતુ બદમાશો રોકાયા નહિ. બદમાશોની પિટાઈથી એ શખ્સ બેહોશ થઇ ગયો.. હરિયાણા પોલીસ દ્વારા પીડિત પરિવાર તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને લગભગ 12 લોકો સામે કેસ નોંધાવ્યો છે.

(11:51 am IST)