Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

શરદ પવારને માયાવતીએ ચૂંટણીનું મેદાન છોડતા એનડીએની જીત નિશ્ચિત

મુંબઇ, તા. ર૩ : એનસીપીના વડા શરદ પવાર અને બીએસપીના પ્રમુખ માયાવતીએ લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય સ્પષ્ટપણે એનડીએની જીતનો નિર્દેશ કરે છે, એમ જણાવીને શિવસેનાએ માયાવતી અને કોંગ્રેસના મતદારો સમાન હોવાને કારણે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશથી ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપીના ગઠબંધનનો ખેલ બગડવાની આશંકા પણ વ્યકત કરી હતી.

એનડીએના સહયોગી પક્ષ શિવસેનાએ એના મુખપત્ર 'સામના'માં એડિટોરિયલમાં લખ્યું હતું કે 'શરદ પવાર અને માયાવતી ચૂંટણી લડશે નહીં, જે સુચવે છે કે વડાપ્રધાનપદની રેસમાંથી તેઓ પાછળ હટી ગયા છે. આમ નરેન્દ્ર મોદીના ચૂંટણી જીતીને વડાપ્રધાનપદે પાછા ફરવાનો માર્ગ તૈયાર થઇ રહ્યાો હોવાના સ્પષ્ટ સંકેત જણાઇ રહ્યા છે.'

માયાવતીએ જણાવ્યા મુજબ તે દેશભરમાં પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરવા ઇચ્છતા હોવાથી ચૂંટણી લડશે નહીં. જોકે બીએસપી માત્ર ઉત્તર પ્રદેશમાં જ અસ્તિત્વમાં છે. આમ માયાવતી ચૂંટણીની લડાઇથી દૂર જઇ રહ્યા છે. ર૦૧૪ની ચૂંટણીમાં દલિતો અને યાદવોએ પોતાના મત બીજેપીને આપ્યા હતા અને માયાવતીનો એક પણ ઉમેદવાર જીતી શકયો નહોતો. માયાવતીએ ચૂંટણી લડવાથી દૂર રહેવાનો નિર્ણય લેવા પાછળનું બીજુ કારણ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અને તેમની ગંગાયાત્રાને મળેલો બહોળો પ્રતિસાદ હોવાનું શિવસેનાએ જણાવ્યું હતું.

રણજિતસિંહ મોહિતે પાટીલનો એનસીપી છોડીને બીજેપીમાં જોડાવાનો નિર્ણય શરદ પવાર માટે મોટા આંચકા સમાન છે આને કારણે નબળી પડી રહેલી ર્પાીની સ્થિતિ વધુ કથળી હોવાનું સામનામાં જણાવાયું છે.

(11:35 am IST)