Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોદી પુરીથી ચૂંટણી નહિ લડે

અટકળો ઉપર પૂર્ણવિરામ : ભાજપના પ્રવકતા સંબિત પાત્રા પુરીથી ઉમેદવાર

નવી દિલ્હી તા. ૨૩ : ભાજપે મોડી રાત્રે ૩૬ ઉમેદવારોની ત્રીજી યાદી જારી કરી છે. પાર્ટીએ ભાજપના પ્રવકતા સંબિત પાત્રાને ઓડિશાના પુરી સીટથી ઉમેદવાર બનાવ્યા છે. ધ્યાન રહે કે સતત ૨ વર્ષ સુધી ચર્ચા રહી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની પુરીથી લોકસભા ચૂંટણી લડશે. ભાજપના પ્રદેશ નેતૃત્વએ પણ ઓડિશાથી ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મુકયો હતો. જોકે હવે આ વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્રપ્રદેશની ૨૩, મહારાષ્ટ્રની ૦૬, ઓરિસ્સાની ૫, મેઘાલયની ૧ અને અસમની ૧ સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે. ભાજપ આની પહેલાં લોકસભા ચૂંટણી માટે બે બીજી યાદી રજૂ કરી ચૂકયું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં ૧૮૪ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. તો બીજીબાજુ યાદીમાં માત્ર એક નામ સામેલ હતું.

(11:34 am IST)