Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ઇમરાન ખાને કહ્યું- પાકિસ્તાન ડે પર મોદીએ મોકલ્યો શુભેચ્છા સંદેશ : ભારતે કહ્યું- આ માત્ર પરંપરાનો ભાગ

નવી દિલ્હી/ ઇસ્લામાબાદ તા. ૨૩ : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન ડેની પૂર્વ સંધ્યા પર કહ્યું કે તેમને પીએમ મોદીનો સંદેશ મળ્યો છે. તેના અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર શુક્રવારે સંદેશ મોકલી પાક પ્રધાનમંત્રી ઇમરાન ખા તેમજ ત્યાંના લોકોને શુભેચ્છા પાઠવી છે. સત્તાવાર સૂત્રોએ આ જાણાકારી આપી છે. તેમને સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમય આવી ગયો છે કે ઉપમહાદ્વીપના લોકો આતંક અને હિંસાથી મુકત વાતાવરણમાં લોકતંત્ર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ઘ વિસ્તાર માટે મળીને કામ કરે.

પીએમ મોદીના આ સંદેશ પુલવામા હુમલા બાદ પરમાણું સંપન્ન બંને પાડોસી દેશોની વચ્ચે સંબંધોમાં આવેલા જબરદસ્ત તણાવની વચ્ચે આવ્યો છે. પુલવામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાતિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર હવાઇ હુમલો કર્યો હતો.

જો કે, બાદમાં ભારત સરકારની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, એક પરંપરાનો ભાગ છે. જે આવા સમય પર બીજા રાષ્ટ્ર પ્રમુખને મોકલવામાં આવે છે. આમ તો અમે તેમાં આતંકવાદને નષ્ટ કરવાની વાત પર ભાર આપ્યો છે. ભારત સરકારે તેના પર જવાબ આપતા લખ્યું છે કે, આ એક ડિપ્લોમેટિક પ્રેકિટસનો ભાગ છે. આવી તક પર દરેક તે દેશના પીએમની તરફથી પત્ર મોકલવામાં આવે છે, જેની સાથે ડિપ્લોમેટ સંબંધ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે શુક્રવારે અહીં નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચ કમિશનમાં દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભારતે કાર્યક્રમમાં જમ્મૂ કાશ્મીરથી ઘણા અલગાવવાદી નેતાઓને આમંત્રીત કરવા પર વિરોધ પણ દર્શાવ્યો હતો. ઇમરાન ખાને પણ પ્રધાનમંત્રી મોદીના સંદેશ પર ટ્વિટ કર્યું હતું.

ઇમરાન ખાને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનો સંદેશ મળ્યો, જેમાં લખ્યું છે 'હું પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના સમય પર દેશની જનતા શુભેચ્છાઓ પાઠવું છે. આ સમય છે જયારે ઉપમહાદ્વીપના લોકો આતંકવાદી અને હિંસાથી મુકત વાતાવરણમાં લોકતંત્ર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમુદ્ઘ ક્ષેત્ર માટે મળીને કામ કરે.'

(10:51 am IST)