Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જો અમિત શાહ ગાંધીનગરથી, સ્મૃતિ ઇરાની અમેઠીમાંથી લોકસભામાં જીતે...

...તો ભાજપ રાજ્યસભામાં પોતાની એક બેઠક ગુમાવશે

નવી દિલ્હી તા. ૨૩ : ગાંધીનગર લોકસભા અને સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી લડશે. આ બંને નેતાઓ અત્યારે ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ છે. જો તેઓ લોકસભા ચૂંટણી જીતે તો એમણે  રાજયસભાના સભ્યપદેથી રાજીનામુ આપવું પડે. આ બંને બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાય તો વિધાનસભામાં ૭૧ ધારાસભ્યો ધરાવતા કોંગ્રેસના હિસ્સે એક બેઠક જાય અને ભાજપ એક ગુમાવેશ તેવી શકયતા પ્રબળ બને તેમ દેખાય છે.

૧. વિધાનસભાની સ્થિતિઃ ૧૮૨ની વિધાનસભામાં તાલાળાના ભગા બારડની બરતરફી વત્તા ચારના રાજીનામા પછી ૧૭૭ ધારાસભ્યો છે. જેમાં ભાજપના ૧૦૦ અને કોંગ્રેસના ૭૧ ઉપરાંત ૧ એનસીપી, ૨ બીટીપી અને ૩ અપક્ષો છે.

૨. રાજયસભાની ચૂંટણી : અમિત શાહ, સ્મૃતિ ઈરાની વિજેતા થાય અને રાજયસભાના સભ્યપદ છોડે તો ચૂંટણી થાય.

૩. અગ્રતાક્રમે મતદાન : રાજયસભાની ચૂંટણીમાં અગ્રતાક્રમે અર્થાત ઉમેદવારોને પસંદગી માટે ક્રમ-૧, ક્રમ-૨, ક્રમ-૨ એમ પ્રેફરન્સ વોટ હોય છે. શાહ અને ઈરાનીના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો સામે ભાજપના બે સામે કોંગ્રેસના બે ઉમેદવારો ઉતરે તેવી સ્થિતિમાં કોંગ્રેસના ૭૧ સભ્યો હોવાથી ભાજપને ૧૦૦માંથી ૭૨-૭૩ સભ્યોએને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘુંટવો પડે. જયારે બાકીના ૨૭-૨૮ ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે.

૪. પરિણામ શું આવે ? : ઉપરોકત સ્થિતિમાં કોંગ્રેસના ૭૧ સભ્યોએ જે ઉમેદવાર સામે એકડો ઘુંટયો હોય તે ભાજપના ૭૨-૭૩ મત ધરાવતા પહેલાં ક્રમના વિજેતા ઉમેદવાર પછી આપોઆપ બીજા ક્રમે વિજેતા જાહેર થાય. જયારે બગડો ઘુંટયો હોય તેવા બંને ઉમેદવારો માટે કુલ મતનું ભારણ ઘટતા હારી જશે. આમ, ભાજપને એક બેઠક ગુમાવવી પડે  તેમ છે.

તા.ક. : હાલની પેટાચૂંટણીમાં ભાજપને પાંચેય બેઠક મળે તો પણ રાજયસભામાં ૧૦૫ ધારાસભ્યો હોવા છતાંયે બે બેઠકોની ચૂંટણીમાં એક બેઠક તો ગુમાવવી જ પડે તેવી સ્થિતિ જળવાઈ રહેશે.

(10:06 am IST)