Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જીએસટીના કારણે ઘરખર્ચમાં ૪૫૦નો ઘટાડો

નાણા મંત્રાલયના આંતરીક સર્વેમાં કરાયો દાવો

નવી દિલ્હી, તા. ૨૩ :. જીએસટીમાં ઘટાડાનો ફાયદો થઈ રહ્યો છે. નાણા મંત્રાલયના આંતરિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ઘરખર્ચમાં કરબોજ લગભગ સાડા ચાર ટકા જેટલો ઘટયો છે. જે પરિવારમાં માસિક ખર્ચ ૧૦ હજાર રૂપિયા છે. તેને હવે લગભગ ૪૫૦ રૂપિયાની બચત થઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, જીએસટીનો મુખ્ય હેતુ ગ્રાહકો પર કરનો બોજ ઓછો કરવાનો છે. તેમને બેવડા કર એટલે કે કરની ઉપર ફરીથી કર ચુકવવાથી બચાવવાનો છે. આ ઉદ્દેશમાં જીએસટી કાયદો સંપૂર્ણપણે સફળ થયો છે. તેનાથી સામાન્ય માણસની રોજીંદી જરૂરીયાતની ૯૭ ટકા વસ્તુઓની કિંમતો ઘટી છે. જીએસટી પહેલા મોટાભાગની વસ્તુઓ પર કરનો સરેરાશ દર ૩૧.૫ ટકા હતો. હવે થોડીક વસ્તુઓ પર જ ૨૮ ટકાનો દર છે. મોટાભાગની વસ્તુઓ પર કર ૧૮ ટકા અથવા ૧૨ ટકા છે અને સામાન્ય ઘર વપરાશની રોજીંદી ૯૯ ટકા વસ્તુઓ પર કાં તો પાંચ ટકા અથવા શૂન્ય ટકા દર છે.

(10:05 am IST)