Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ટર્લિંગ બાયોટેક ગ્રુપના 8100 કરોડના બેંકલોન કૌભાંડમાં કૌભાંડમાં આરોપી હિતેશ પટેલ અલ્બાનિયામાંથી ઝડપાયો

ઇડી દ્વારા ઇન્ટરપોલ નોટિસ બાદ અલ્બાનિયાના તિરાનામાંથી ધરપકડ

 

નવી દિલ્હી: પીએનબી કૌભાંડના આરોપી મોદીની લંડનમાંથી ધરપકડ થયા બાદ વધુ એક બેંકલોન કૌભાંડના આરોપીની વિદેશમાંથી ધરપકડ કરાઈ છે સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના 8100 કરોડ રૂપિયાના કથિત બેંકલોન કૌભાંડ કેસના આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાંથી અટકાયત કરાઈ છે .

ઇડી દ્વારા કરવામાં આવેલી ઈન્ટરપોલ નોટિસ બાદ હિતેશ પટેલની ધરપકડ થઇ છે અધિકારીઓના કહેવા પ્રમાણે હિતેશ પટેલને 20 માર્ચે અલ્બાનિયાના લો એન્ફોર્સમેન્ટ ઓફિસરોએ તિરાનામાંથી ધરપકડ કરી હતી. હિતેશ પટેલ બેંકલોનના કૌભાંડનો આરોપી છે. મામલામાં મુખ્ય આરોપી સંદેસરા ભાઈઓ, નિતીન અને ચેનત સંદેસરાના સંબંધી છે.

  અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, હિતેશ પટેલ ઝડપથી ભારતને સોંપવામાં આવે તેવી સંભાવના છે. ઈડીએ હિતેશ પટેલની વિરુદ્ધમાં 11 માર્ચે ઈન્ટરપોલ નોટિસ ઈસ્યૂ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે પટેલ સંદેસરાની કંપનીઓ માટે ડમી ડાયરેક્ટ લાવવાનું કામ કરતો હતો

(8:44 am IST)