Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બ્રિટનની થેરેસા મેની સરકારની મુશ્કેલી વધી : બ્રેક્ઝિટ મુદ્દે વીથડ્રોઅલ ડીલ'ને બ્રિટનની સંસદની મંજૂરી મળતી નથી

યુરોપિય સંઘમાંથી વિખૂટુંપાડવાનું કોકુડુ ગૂંચવાયું :સ્પીકર પણ નારાજ :29 માર્ચ અંતિમ તારીખ ડીલ પાસ ના થાય યો 12 એપ્રિલ સુધી રહેશે

 

નવી દિલ્હીઃ યુરોપીય સંઘમાંથી બ્રિટનને અલગ કરવાની પ્રક્રિયા (બ્રેક્ઝીટ)માં ફેરફાર થયા છે. ગુરુવારે 21 માર્ચ સુધી બ્રિટનને 29 માર્ચ સુધીમાં યુરોપીય સંઘમાંથી અલગ થવાનું હતું આ તારીખ બ્રિટન દ્વારા જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બ્રિટનની થેરેસા મેની સરકાર અને યુરોપિય સંઘ વચ્ચે થયેલા 'વીથડ્રોઅલ ડીલ'ને બ્રિટનની સંસદની મંજૂરી મળતી નથી. 

  આ કરારને બ્રિટિશ સંસદે બે વખત ફગાવી દીધો છે. થેરેસા સરકારે યુરોપિય સંઘમાંથી બ્રેક્ઝીટની તારીખને 29 માર્ચથી આગળ લઈ જવાની વિનંતી કરાઈ હતી. જેને યુરોપિય સંઘ દ્વારા સ્વીકારી હતી  પરંતુ તેમણે પોતાની શરતે આમ કરવા તૈયારી દર્શાવી છે. આ કારણે બ્રિટનની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સંભાવના છે. 

  બ્રિટનના લોકોએ 23 જૂન, 2016ના રોજ એક જનમત સંગ્રહમાં નિર્ણય લીધો હતો કે બ્રિટને યુરોપિયન સંઘમાંથી વિખૂટું પડી જવું જોઈએ. આથી થેરેસા મે સરકારે એક બ્રેક્ઝીટ પ્લાન તૈયાર કર્યો હતો જેને 'વીથડ્રોઅલ ડીલ' નામ અપાયું છે. જેમાં બ્રિટન કેવી રીતે યુરોપિય સંઘમાંથી વિખૂટું પડશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રહેશે તે નક્કી કરાયું છે. બ્રિટનની સંસદ આ પ્રસ્તાવથી નારાજ છે અને આ કારણે સમગ્ર કોકડું ગુંચવાઈ ગયું છે. 

  બ્રિટનની સંસદના સ્પીકર જોન બેર્કોએ જણાવ્યું હતું કે, એક જ સંસદમાં વારંવાર ફગાવી દેવાયેલો પ્રસ્તાવ ફરીથી રજૂ કરી શકાય નહીં. થેરેસા મે પોતે તૈયાર કરેલી ડીલ પસાર કરાવા અડગ છે. હવે બ્રેક્ઝીટની તારીખ નજીક આવી જતાં તેમને તારીખને આગળ લઈ જવા યુરોપિય સંઘને અપીલ કરવી પડી છે. 

   બ્રિટન પાસે અત્યારે જે વિકલ્પો ઉપલબ્ધ છે તે આ ડીલ પાસ ન થવાની સ્થિતિમાં 12 એપ્રિલ સુધી રહેશે નહીં. યુરોપિયન સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું કે, બ્રિટન સરકાર પાસે અત્યારે ચાર વિકલ્પ છે. એક- ડીલની સાથે અલગ થવું, બીજો-કોઈ ડીલ વગર અલગ થવું, ત્રીજો- એક લાંબો સમયગાળો(નવી તારીખ લેવી) અને ચોથો- ધારા-50ને રદ્દ કરવી. 

હવે, આમાં ધારા-50ને રદ્દ કરવાનો અર્થ છે બ્રેક્ઝીટને ફગાવી દેવું, જે જનમત સંગ્રહથી તંદ્દન વિપરીત વાત કહેવાશે. બીજું 12 એપ્રિલ સુધી જો કોઈ નિર્ણય નહીં લેવાય તો લાંબા સમય સુધી રોકાવાનો વિકલ્પ પણ અસંભવ છે. 

યુરોપીય સંઘના નેતાઓ બ્રિટિશ નેતાઓના વલણથી ખૂબ જ નારાજ છે. હવે, જો કોઈ નિર્ણય લેવાશે નહીં તો 12 એપ્રિલના રોજ સંઘ 'કોઈ પણ પ્રકારના સમાધાન વગર અલગ થવાની પ્રક્રિયામાં પહોંચી જશે.' એવું કહેવાય છે કે, 12 એપ્રિલ અંતિમ તારીખ આપીને યુરોપીય સંઘે બ્રેક્ઝીટની સંપૂર્ણ પ્રક્રિયા પોતાના હાથમાં લઈ લીધી છે. 

(12:00 am IST)