Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બિહાર : સીટોની વહેંચણી થઇ, કોંગીને નવ સીટ મળી

બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળો દૂર : આરજેડી ૨૦ સીટો ઉપર ચૂંટણી લડશે : શિવસેના દ્વારા ૨૧ અને બસપ દ્વારા ૧૧ ઉમેદવારોને જાહેર કરી દેવાયા

પટણા, તા. ૨૨ : લોકસભા ચૂંટણીના મુદ્દા ઉપર બિહારમાં મહાગઠબંધને સીટોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ બિહારમાં મહાગઠબંધનને લઇને સંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સમજૂતિ મુજબ મહાગઠબંધનમાં આરજેડીને ૨૦ સીટો અને કોંગ્રેસને ૯ સીટો આપવામાં આવી છે. સીપીઆઈએમએલને આરજેડીએ પોતાના ખાતામાંથી એક સીટ આપી છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું છે કે, બેઠક બાદ તમામ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતનરામ માંઝી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાગઠબંધનમાં નવાદા સીટ આરજેડીના ખાતામાં ગઈ છે. મહાગઠબંધનમાં બિહારની ૪૦ લોકસભા સીટમાં આરજેડીને ૨૦, કોંગ્રેસને નવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને પાંચ, હિન્દુસ્તાન અવામ મોરચાને ત્રણ, વીઆઈપીને ત્રણ, સીપીઆઈએમએલને આરજેડીના ક્વોટામાંથી એક સીટ આપવામાં આવી છે. બિહારની બે વિધાનસભા સીટ પર પેટાચૂંટણી પણ યોજાનાર છે. ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નવાદાથી હિન્દુસ્તાની અવામ મોરચાના ધીરેન્દ્રકુમાર ચૂંટણી લડશે જ્યારે ડેહરીમાંથી આરજેડી ઉમેદવાર મોહમ્મદ ફિરોઝ ચૂંટણી લડશે. બીજી બાજુ રાજકીય ગરમીના દોર વચ્ચે ઉમેદવારો દ્વારા યાદી જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીએ ૧૧ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી આજે જારી કરી હતી. માયાવતી ચૂંટણી લડનાર નથી. પહેલા એવી ચર્ચા હતી કે, માયાવતી નગીનામાંથી ચૂંટણી લડશે પરંતુ માયાવતીએ પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. શિવસેનાએ પણ ૨૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને શિવસેના ૪૮ લોકસભા સીટ પર સાથે મળીને ચૂંટણી લડશે જેમાં શિવસેના ૨૩ અને ભાજપ ૨૫ સીટો ઉપર ચૂંટણી લડશે.

 

(12:00 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST

  • લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારનું લીસ્ટ જાહેર : સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં ભાજપના ઉમેદવાર જાહેર : મોટાભાગના હાલના સાંસદો થયા રીપીટ : રાજકોટ - મોહનભાઇ કુંડારીયા, જામનગર - પૂનમબેન માડમ, ભાવનગર - ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગર - ડો.મહેન્દ્ર મુંજપરા, કચ્છ - વિનોદ ચાવડા, અમરેલી - નારણ કાછડીયા access_time 8:26 pm IST

  • યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધથી મહેબુબા મુફ્તી ભડકી ;કહ્યું આ પ્રતિબંધ કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે ;જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ યાસીન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધને હાનિકારક ગણાવ્યું :કહ્યું કે આ પગલાંથી કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે :તેનાથી કાઈ હાંસલ નહિ થાય access_time 12:47 am IST