Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગુજરાતના ૨૩૦ જેટલા બિલ્ડરો ઇ-બી પ વિઝા / ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરીકામાં જંગી મુડી રોકાણ કરશે

ભારતમાંથી ગયાવર્ષે થયેલી અરજીમાં અડધો અડધ અરજીઓ ગુજરાતની : પ લાખ ડોલરનું અમેરીકામાં રોકાણ કરવાથી જ પરીવારને સીધુ જ ગ્રીન કાર્ડ મળી જાય છે

અમદાવાદ, તા., રરઃ અમેરકામાં રોકાણ કરવાથી પરીવારને સીધુ જ ગ્રીન કાર્ડ મળી જતુ હોવાથી ગુજરાતના ર૩૦ જેટલા બિલ્ડરો અમેરીકામાં ૮૦૦ કરોડથી વધુનું મુડી રોકાણ કરશે. ર૦૧૮ના વર્ષમાં ભારતમાંથી થયેલી અરજીમાં અડધો અડધ અરજીઓ ગુજરાતની હોવાનું જાહેર થયું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ ૨૦૧૭ ના ભારતમાંથી ૧૭૪ લોકોએ ઈબી-૫ હેઠળ અરજી કરી હતી, જેની સામે ૨૦૧૮જ્રાક્નત્ન ૫૮૫ લોકોએ અરજી કરી છે. એટલે કે એક જ વર્ષમાં ૨૩૬ ટકા જેટલો વધારો થયો છે. વિઝા કન્સલ્ટન્ટ ઈંગિત મોદીએ જણાવ્યાનુસાર આ કેટેગરીમાં સમગ્ર ભારતમાંથી જે અરજી થાય છે તેમાં ૫૦ ટકાથી વધુ અરજી ગુજરાતીઓની હોય છે, તેમાંય ૭૦ બિલ્ડર્સ પરિવાર હોય છે. એ રીતે જોઈએ તો ૨૦૧૮ના અંદાજે ૨૯૦ જેટલા ગુજરાતી પરિવારોએ આ કેટેગરીમાં અરજી કરી છે અને આમાંથી લગભગ ૨૩૦ જેટલી અરજી બિલ્ડર્સ લોબીમાંથી થઈ હોવાનું અનુમાન છે. એ હિસાબે ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતના બિલ્ડર્સ ૮૦૦ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ આગામી દોઢ-બે વર્ષના ગાળામાં અમેરિકામાં કરશે.

ઈબી-૫ વિઝા મેળવીને અમેરિકા વસવાટ કરવાનું કારણ જણાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિઝા કન્સલ્ટન્ટ ઇંગિત મોદી કહે છે કે, નીઓ-રીચ ફઙ્ખમિલી અને ઉદ્યોગ જગતમાં આવનારી સેકન્ડ જનરેશન ભારતની બહાર રહેવાનુ વધુ પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ છે સારી જીવનશૈલી. ભારતમાં રૂપિયા ખર્ચવા છતાં પણ અમેરિકા જેવી સારી લાઇફસ્ટાઇલ મળતી નથી. આ સિવાય બાળકોનો અભ્યાસ અને વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો અહીં કરતાં અમેરિકામાં દ્યણા સારા છે. તેના કારણે જ લોકો ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. પાછલા ૧૦ વર્ષના આંકડા જોઈએ તો, ૨૦૦૮દ્મક લઈ ને ૨૦૧૮ સુધીમાં ૧,૪૭૦ ભારતીય રોકાણકારોએ અને તેમના પરિવારો ઇબી-૫ વિઝા મેળવીને અમેરિકામાં સ્થાયી થયા છે. આ ટ્રેન્ડ ખાસ તો ૨૦૧૫ પછી વધ્યો છે. તે અગાઉ આ કેટેગરીમાં ૧૦૦ કરતાં પણ ઓછી અરજીઓ થતી હતી.

બિલ્ડર ફેમિલીની આ વિઝા કેટેગરીમાં વધારે અરજીઓ આવે છે તે અંગે મુંબઈના એડવોકેટ સુધીર શાહ જણાવે છે કે, ભારતના પ્રમાણમાં અમેરિકામાં જમીનની ઉપલબ્ધતા વધુ છે. અહીના બિલ્ડર્સ ત્યાં હોટેલ્સ, મોટેલ્સ અને માળખાગત પ્રોજેકટ્સમાં રોકાણ કરે છે. આ ઉપરાંત અન્ય ઉદ્યોગોની સરખામણીએ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો પાસે રૂપિયા વધુ છે. આથી જ તેમના માટે ૫ લાખ ડોલર કે તેનાથી વધારેનું રોકાણ કરવું સહેલું છે.

પાછલી પાંચ પેઢીથી સુરતમાં આયાત-નિકાસ, જરી, હીરા, ટેકસટાઇલ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા દોરીવાલા પરિવારના ૪૮ વર્ષીય પ્રશાંત દોરીવાલા ઇબી-૫ વિઝા હેઠળ ટેકસાસ રાજયના ડલાસ શહેરમાં સ્થાયી થયા છે. તેમણે ત્યાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને ઇ-કોમર્સનો બિઝનેસ શરુ કર્યો છે. પ્રશાંત દોરીવાલા જણાવે છે કે, અહી રિયલ એસ્ટેટને લગતી નીતિઓ વધુ પારદર્શક, સ્પષ્ટ, સરળ અને ઝડપી છે. સૌથી મોટી વાત એ છે કે અહી ભ્રષ્ટાચાર નથી જેની ભારતમાં કલ્પના કરવી મુશ્કેલ છે. અહી તમને દરેક સ્તરે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અનુભવ થશે જે ભારતે હજુ શીખવાનું છે.

યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝના પ્રવકતાએ જણાવ્યુ કે, ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ રિયલ એસ્ટેટ સેકટરમાં રોકાણની અરજીઓ સૌથી વધુ આવે છે. રિયલ એસ્ટેટ મિકસ્ડમાં ૪૦ અરજીઓ આવે છે, તેમાંથી હોટેલ રિસોર્ટ્સને લગતા રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સ માટે ૨૭ અરજીઓ ઓથોરિટીને મળે છે. આ ઉપરાંત રહેણાક અને કોમર્શિયલ પ્રોજેકટ્સ માટે પણ ૭-૭ એપ્લિકેશન્સ મળે છે. આના સિવાય, માળખાગત સુવિધાઓ, પરિવહન, મેડિકલ સુવિધાઓ, સ્કૂલ્સ અને એજયુકેશન, ઉર્જા તથા રેસ્ટોરન્ટ બિઝનેસ માટે ૧-૫રુ સુધીની અરજીઓ અમેરિકન સરકારને મળે છે.

એક અંદાજ મુજબ ૨૦૧૮ના ૨૩૦ જેટલા ગુજરાતના બિલ્ડર્સે ઈબી-૫ વિઝા માટે અરજી કરી છે. એક અરજદારે ૫ લાખ ડોલર એટલે કે અંદાજે ૩.૫૦ કરોડ રૂપિયાનું રોકાણ અમેરિકામાં કરવાનું હોય છે. એ હિસાબે આગામી દોઢ-બે વર્ષના ગાળામાં ગુજરાતી બિલ્ડર્સ લોબી ૮૦૦ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ અમેરિકાના રિયલ એસ્ટેટ સેકટરમાંં કરશે.

ઇન્વેસ્ટ ઇન યુએસએ (આઇઆઇયુએસએ)ના રિપોર્ટ મુજબ ઇબી-૫ પ્રોગ્રામની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૮૬૦ ભારતીય રોકાણકારોએ અમેરિકામાં અંદાજે ૭૪૨ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આઇઆઇયુએસએનું અનુમાન છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૭ એકલમાં જ ભારતમાંથી અંદાજે ૨૩૫ મિલિયન ડોલરનું રોકાણ થયું છે જે અગાઉના વર્ષ કરતાં ૬૬્રુ વધુ છે.

એમ્પ્લોયમેન્ટ બેઝડ ફીફ્થ પ્રેફરન્સ કેટેગરી ઓફ ઇમિગ્રન્ટ વિઝા જે ઇબી-૫ તરીકે ઓળખાય છે. એની હેઠળ જો કોઈ પરદેશી અમેરિકાના નવા ધંધામાં પાંચ વર્ષ માટે ૫ લાખ ડોલર (અંદાજે રૂ. ૩.૫૦દ્મક ૩.૭૫ કરોડ)નું રોકાણ કરે અને એ ધંધામાં એટલાજ સમય માટે ૧૦ અમેરિકનોને ફૂલ ટાઈમ નોકરીમાં રાખે અને ધંધો જાતે કરે અથવા એ ચલાવવા મુખ્ય ભાગ લે તો અરજદાર અને એની સાથેસાથે એની પત્ની કે પતિ અને એકવીસ વર્ષની વયની નીચેના અવિવાહિત સંતાનોને પણ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ એમને બે વર્ષ માટેના કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ૨૧ મહિના બાદ અરજી કરીને એ ગ્રીનકાર્ડની સમયમર્યાદા કાયમની મેળવી શકાય છે. એ માટે અરજદારે દર્શાવવાનું રહે છે કે એણે કરેલું રોકાણ પાછું ખેંચી નથી લીધું અને એણે શરૂ કરેલા નવા ધંધામાં ૧૦ અમેરિકનોને ફૂલ ટાઇમ નોકરીમાં રાખ્યા છે.

ઇબી-૫ કેટેગરીમાં અમેરિકા દર વર્ષે ૧૦ હજાર એપ્લિકેશન્સ ઓપન કરે છે. દરેક દેશ માટે તેમાં કવોટા રાખેલા છે. ભારત માટે ૭રુનો કવોટા રાખવામાં આવ્યો છે એટલે કે ૭૦૦ અરજીઓ દેશમાંથી થઈ શકે છે પરંતુ હજુ સુધી આ લિમિટ સુધીની અરજીઓ કયારેય થઈ નથી. ૨૦૧૮જ્રાક્નત્ન અગાઉ કરતાં સૌથી વધુ ૫૮૫ અરજી આ કેટેગરી હેઠળ ભારતીયોએ કરી છે.

અમેરિકન સરકારે સ્થાનિક સ્તરે રોકાણ આવે અને રોજગારી ઊભી થાય તે માટે ૧૯૯૦જ્રાક્નત્ન ઇબી-૫ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. પરદેશીઓ ઈબી-૫ વિઝા લેતા ખચકાતા હતા કારણ કે અજાણ્યા દેશમાં એક યા અડધા મિલિયન ડોલરનું રોકાણ કયા ધંધામાં કરવું એની એમને સૂઝ પડતી ન હતી. આ સિવાય પછાત એરિયામાં રોકાણ કરે તો ત્યાં નવા ધંધામાં ૧૦ માણસોને ફૂલ ટાઇમ નોકરીએ રાખવું પોષાતું ન હતું. આથી ઈબી-૫ વિઝાના વાર્ષિક ૧૦ હજારના કવોટા વણવપરાયેલા રહેતા હતા. આ કવોટાનો સૌથી વધુ ઉપયોગ ચીન અને સાઉથ કોરિયા કરે છે. એટલે કે સૌથી વધુ અરજીઓ આ બે દેશમાંથી આવે છે.

(3:38 pm IST)