Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મૈસૂરમાં ધારાસભ્યે ચા વેચીને 10 મિનિટમાં 5000ની કમાણી કરાવી

રોડના નિર્માણનું ઉદ્ધઘાટન કરવા ગયેલા જેડી (એસ )ના ધારાસભ્ય જમીર અહમદ સ્ટોલ પર ચા વેચવા લાગ્યા :પોતાના ખિસ્સામાંથી પણ 10 હજાર સ્ટોલવાળને આપ્યા

 

મૈસૂરઃ મૈસૂરમાં એક ચાના સ્ટોલ પર ધારાસભ્યએ ચા વેચીને 10 મિનિટમાં 5000 રૂપિયાની કમાણી કરી લીધી. સ્ટોલના માલિકે પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે એક દિવસમાં તેને આટલી બધી કમાણી થઈ જશે. બાદમાં ધારાસભ્યએ ચા વાળાને 5000 રૂપિયા અને પોતાના પાસેથી 10000 રૂપિયા પણ આપ્યા હતા .

 

 અંગેની વિગત મુજબ જેડી (એસ)ના ધારાસભ્ય જમીર અહમદ એક રોડના નિર્માણ કાર્યનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. ઉદ્ધાટન બાદ મુસ્લિમ કોઓપરેટિવ બેન્ક સર્કલ સામે આવેલા એક ચાના સ્ટોલ પર જમીર પોતાના સાથી ધારાસભ્ય વાસુ સાથે પહોંચી ગયા. તેઓ ચાના સ્ટોલ પર પહોંચીને જાતે ચા વેચવા લાગ્યા. જોત જોતામાં ચા પીવા માટે કાર્યકર્તાઓની ભીડ લાગી ગઈ. પાર્ટીના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ પણ ધારાસભ્ય પાસેથી ચા લીધી.હતી 

   ધારાસભ્યને એક કપ ચાના 100થી 200 રૂપિયા સુધી મળ્યા. જેના કારણે માત્ર 10 મિનિટમાં તેમણે 5000 રૂપિયા કમાઈ લીધા. તેમણે તેમાં 10,000 રૂપિયા પોતાના ખિસ્સામાંથી જોડીને ચા સ્ટોલ માલિકને આપી દીધા. અવસરે એમએલએ વાસુ સાથે ઘણા અન્ય ધારાસભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા.

(1:33 am IST)