Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મધ્યપ્રદેશમાં 28 પાકિસ્તાની સિંધી વિસ્થાપિતોને નાગરિકતા અપાઈ

-વિસ્થાપિતોએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સિંધી ટોપી અને દુપ્પટો પહેરાવી સન્માનિત કર્યા

 ભોપાલ : મધ્યપ્રદેશમાં 28 પાકિસ્તાની સિંધી વિસ્થાપિતોને નાગરિકતા અપાઈ છે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 45 વર્ષથી લોંગ ટ્રમ વિઝા પર અહીં રહેતા 28 પાકિસ્તાની સિંધી વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર પ્રદાન કર્યા હતા.મુખ્યમંત્રી નિવાસમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઇન્દોર વિકાસ નિગમનાં અધ્યક્ષ શંકર લાલવાણી, ધારાસભ્ય રામેશ્વર શર્માએ સિંધી વિસ્થાપિતોને નાગરિકાનું પ્રમાણ પત્ર પ્રદાન કર્યું હતું. સિંધી સમુદાયનાં આ લોકો પાકિસ્તાનનાં કાશ્મીર અને જમિલાબાદમાં રહેવાનાં હતા.

    સિંધી વિસ્થાપીતોએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં સિંધી ટોપી અને દુપટ્ટા પહેરીને સન્માનિત કર્યા. નાગરિકા પ્રમાણપત્ર સોંપવા દરમિયાન મુખ્યમંત્રી શિરાજસિંહ ચૌહાણે સિંધી લોકોને કહ્યું કે, આ દેશ તમારો છે. આ જળ જંગલ અને જમીન તમારી છે. તમે તમારા દેશમાં રહી રહ્યા છો. શિવરાજસિંહ ચૌહાણે આગળ કહ્યું કે, સિંધી વિસ્થાપિત નહી સ્થાપિત છે. જે જમીન પર તેઓ રહી રહ્યા છે, આ જમીન હવે તમારી છે. તેનાં માટે કેબિનેટે જરૂરી નિયમો બનાવ્યા છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભોપાલમાં સિંધી સમાજનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અહીં તેમણે સિંધી સમાજનાં લોકોનો નાગરિકતા પ્રમાણ પત્ર આપતા કહ્યું કે, રાજ્ય સરકાર તેમની તમામ સમસ્યાઓનું નિવારણ કરશે. તેમણે કહ્યું કે, હિંદુ સભ્યતા સિંધુ નદીનાં કિનારે વિકસિત થઇ.

(12:38 am IST)