Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમેરિકા અને ચીનના ટ્રેડવોરને પગલે વિશ્વભરના શેરબજાર અસર :સેન્સેક્સ પાંચ મહિનાના તળિયે : નિફટીએ 10 હજારની સપાટીએ તોડી

રિયલ્ટી,મેટલ, બેન્કિંગ હેલ્થ, પીએસયુ ઓટો અને ઓઈલ એન્ડ ગેસના શેરમાં ઘટાડો

નવી દિલ્હી ;અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે વિશ્વભરના શેરબજારમાં અસર જોવાઈ છે ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અત્યારે પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે ગગડ્યો છે જયારે નિફટીએ પહેલી વખત 10 હજારનુ સ્તર તોડી દીધુ છે

 

   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીના સામાનના ઈન્પોર્ટ પર લગભગ 60 અરબ ડ઼ૉલરની ફી લગાવી છે. જેથી ચીને વળતી કાર્યવાહી કરતા માંસ, વાઈન અને સ્ટીના પાઈપ સહિતની 128 અમેરિકી ઉત્પાદનો પરની ફી કેન્સેસનને હટાવવીની જાહેરાત કરી છે. જે બાદ ભારતીય બજારમાં ઘટાડો નોંધાયો છે. રિયલ્ટી,મેટલ, બેન્કિંગ હેલ્થ, પીએસયુ ઓટો અને ઓઈલ એન્ડ ગેસના શેરમાં ઘટાડો નોંધાયો છે.

(12:06 am IST)