Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજ્યસભાની ચૂંટણી પરિણમ બાદ ભાજપની સ્થિતિ મજબૂત

રાજ્યસભામાં પૂર્ણ બહુમત ન મળતા ભાજપ હિંદુત્વના મુદ્દાને ઉઠાવશે કે કેમ ?.

 

નવી દિલ્હી :રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપની સ્થિતિ મજબૂત બની છે જોકે લોકસભાની જેમ ભાજપ રાજ્યસભામાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે કે એક સવાલ છે ચૂંટણીના પરિણામોથી રાજ્યસભામાં ભાજપના અંકગણિતને ફાયદો થયો છે.પરંતુ હિન્દુત્વના એજન્ડા માટે હજુ પણ ભાજપ સરકારે રાહ જોવી પડશે.

 રાજ્યસભાના બહુમત માટે જરૂરી 123 બેઠકથી નીચે છે.લોકસભાના વર્તમાન કાર્યકાળમાં ભાજપ રાજ્યસભામાં પૂર્ણ બહુમત તો નહી મેળવી શકે. ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં વિકાસના એજન્ડાની સાથે પોતાના હિન્દુત્વના એજન્ડાને પણ આગળ વધારવાનો વાયદો કર્યો હતો.જોકે રાજ્યસભામાં પૂર્ણ બહુમત મળતા ભાજપ મુદ્દાને ઉઠાવશે કે કેમ તે સવાલ છે.

  ભાજપે છેલ્લા કેટલાક દશકાઓથી હિન્દુત્વના એજન્ડાની વાતો કરતી રહી છે..ભાજપ વર્ષોથી યુનિફોર્મ સિવિલ કોડ, કલમ 370ને હટાવવી સહિતના મુદ્દાની વાત કરતી રહી છે. જોકે તે માટે બંધારણમાં સંશોધનની આવશ્યકતા છે અને તે માટે ભાજપને લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ બહુમત મળે તે જરૂરી છે.

  હિન્દુત્વના એજન્ડાને પાર કરવા માટે કમસે કમ 15 રાજ્યમાં ભાજપની બહુમતીની સરકાર જરૂરી છે. હાલ 15 રાજ્યોમાં ભાજપના સીએમ સાથે 21 રાજ્યોમા ગઠબંધનની સરકાર છે જોકે રાજ્યસભામાં બહુમતી હવે તો 2019ની ચૂંટણી બાદની સ્થિતિમાં જોવા મળે તેવી સંભાવના છે.

(12:05 am IST)