Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હવે આઈડીબીઆઈ બેંકમાં 445 કરોડનું કૌભાંડ :પૂર્વ જનરલ મેનેજર સહીત 30 લોકો સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો

2009થી 2012 દરમિયાન 21 એગ્રિગેટર જૂથોના 220 લોકોએ રૂ. 192.98 કરોડનો લોન લીધી બાદમાં એનપીએ થઇ ગયા

 

નવી દિલ્હી ;એક પછી એક બેંકોના કૌભાંડો બહાર આવવા લાગ્યા છે ત્યારે હવે સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો ( CBI) IDBI બેન્કના પૂર્વ જનરલ મેનેજર બટ્ટૂ રામા રાવ અને 30 અન્ય લોકો વિરુદ્ધ કથિત રૂપે બેન્ક સાથે 445.32 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મામલામાં ખોટા દસ્તાવેજોના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ અને મત્સ્ય ફાર્મિંગ લોન હસ્તગત કરવામાં આવી હતી.

(11:33 pm IST)