Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઓસ્‍ટ્રેલિયા જવા માટે ખૂબ લોકપ્રિય થયેલા સબકલાસ ૪૫૭ વીઝા રદઃ ૧૮ માર્ચ ૨૦૧૮થી ટેમ્‍પરરી સ્‍કિલ શોર્ટેજ (TSS) વીઝા અમલીઃ ભારતથી જતા સ્‍કિલ યુવાનો માટે કપરા ચઢાણ

મુંબઇઃ  ઓસ્‍ટ્રેલિયા જવા માટે વિદેશી યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયેલા ‘સબકલાસ ૪૫૭ વીઝા' રદ કરાયા છે.તથા તેની જગ્‍યાએ ૧૮ માર્ચ ૨૦૧૮થી ‘‘ટેમ્‍પરરી સ્‍કિલ શોર્ટેજ (TSS)'' વીઝા અમરલી બનાવાયા છે.

ઓસ્‍ટ્રેલિયામાં સબકલાસ ૪૫૭ વીઝા મેળવી વિદેશથી આવેલા ૯૦ હજાર સ્‍કિલ યુવાનોમાં ૨૨ ટકા જેટલા ભારતીયો છે. પરંતુ હવે નવા દાખલ કરાયેલા TSS વીઝાના નિયમો કડક હોવાથી વિદેશીઓ ખાસ કરીને ભારતીયો માટે મુશ્‍કેલીનું નિર્માણ થશે. કારણ કે ઓસ્‍ટ્રેલિઅન સરકાર સ્‍થાનિક નાગરિકોને નોકરીમાં અગ્રતા આપવા માંગે છે.

ઉપરાંત સબકલાસ ૪૫૭ વીઝા મેળવનાર માટે વધુમાં વધુ ૪ વર્ષ રોકાવાની જોગવાઇ છે.જયારે TSS વીઝામાં ૨ વર્ષની છે.જે આગળ જતા ૪ વર્ષ સુધી નિયમોને આધન લંબાબાઇ શકે છે.

(11:09 pm IST)