Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

‘‘T સેલ કેન્‍સર થેરાપી'': શરીરમાં રહેલા Tસેલને એક જગ્‍યાએ કેન્‍દ્રિત કરી કેન્‍સરની ગાંઠ ઓગાળતું સંશોધનઃ યુ.એસ.માં ટેકસાસના કેન્‍સર પ્રિવેન્‍શન ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી નવિન વરદરાજનના સંશોધનને આગળ વધારવા ગ્રાન્‍ટ મંજુર

હયુસ્‍ટનઃ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ હયુસ્‍ટનના કેમિકલ એન્‍ડ બાયોમોલેકયુલર એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટના એશોશિએટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી નવિન વરદરાજનને કેન્‍સર પ્રિવેન્‍શન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકસાસએ T સેલ કેન્‍સર થેરાપી સંશોધન આગળ વધારવા માટે ગ્રાન્‍ટ મંજુરી કરી છે.  યુનિવર્સિટીના ૨ સંશોધકોને મંજુર કરાયેલી આ ગ્રાન્‍ટ માટે તેમણે સ્‍થાન હાંસલ કર્યુ છે.

શરીરમાં રહેલા T સેલને એક જગ્‍યાએ કેન્‍દ્રિત કરી કેન્‍સરની ગાંઠ ઓગાળી નાખવાના શ્રી વરદરાજનના સંશોધનને ઇન્‍સ્‍ટીટયુટએ બિરદાવી આગળ વધારવા પ્રોત્‍સાહન આપવાનું નક્કી કર્યુ છે જે માટે ગ્રાન્‍ટ મંજુર કરાઇ છે.

(11:05 pm IST)
  • આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ 'નાખુશ' હોવા છતાં, કોંગ્રેસ દ્વારા પાસ કરાયેલ 1.3 ટ્રિલિયનના સરકારી ખર્ચનાં બીલ પર હસ્તક્ષર કરી પાસ કર્યું : ફરી એકવાર અમેરિકી 'શટડાઉન' નું સંકટ ટળ્યું : આ પહેલ વ્હાઈટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બીલ પર તેમના હસ્તાક્ષર કરશે, પણ પછી તરતજ ફેરવી તોડ્યું હતું અને ફરી જણાવ્યું હતું કે ટ્રમ્પ આ બીલ પર 'વીટો' વાપરશે : આ પાસ કરાયેલા કાયદામાં સમાવિષ્ટ ઇમિગ્રેશન દરખાસ્તો વિશે ટ્રમ્પને ખુબજ નારાજગી છે : તેમણે આ બીલ પાસ કરતા કોંગ્રેસને ટકોર પણ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ફરી પાછા આવા કોઈ પણ 'વાહિયાત' બીલ ને પાસ કરવાની સંમતી નહી આપે. access_time 2:28 am IST

  • સંજય દત્તની અનઑફિશ્યલ બાયોગ્રાફીને લઈને તે ખૂબ જ નારાજ છે અને બહુ જલદી એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. આ સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે તેની ઑફિશ્યલ બાયોગ્રાફી બહુ જલદી રિલીઝ કરવામાં આવશે જે તથ્યો પર આધારિત હશે. તેના જીવન પર લેખક યાસીર ઉસ્માન દ્વારા ‘ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઑફ બૉલીવુડ્સ બૅડ બૉય' નામની બાયોગ્રાફી લખવામાં આવી છે. access_time 2:26 am IST

  • અફઘાનિસ્તાનના હેલ્મંડ પ્રાંતના એક સ્પોર્ટ્સ સ્ટેડિયમની બહાર કાર બોમ્બ ધડાકામાં 23 લોકોના મોત થયા છે અને 40 અન્ય લોકો ઘાયલ થયા છે. access_time 9:08 pm IST