Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટ્રમ્પ માટે ડેટા ઉપયોગ થયો નથી :ફેસબુક ડેટા લીક મામલે કેમ્બ્રિજ એનાલિટિકાએ કર્યો ખુલાસો:ટાઈમલાઈન શેયર કરી

ટાઈમલાઈન દ્વારા ક્યારે અને શું કરવામાં આવ્યું તેની જાણકારી અપાઈ

ફેસબુક ડેટા લીક મામલે કેમ્બ્રિજ એનાલિટિકાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને સમગ્ર મામલાની ટાઈમલાઈન શેયર કરી છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરવાના આરોપોને પણ રદિયો આપ્યો છે.

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવા માટે કરોડો ફેસબુક યૂઝર્સના ડેટા ચોરી કરવાનો આરોપ બાદ કેમ્બ્રિજ એનાલિટિકાએ સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે ફર્મ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે ટ્રમ્પ માટે ડેટાનો ઉપયોગ કર્યો નથી.કંપનીએ મામલાની એક આખી ટાઈમલાન પણ શેયર કરી છે જેમાં કંપની તરફથી ટાઈમલાઈન દ્વારા ક્યારે અને શું કરવામાં આવ્યું તેની જાણકારી અપાઈ છે

 2013માં કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનો પ્રારંભ થયો હતો. ઓગસ્ટ-2013માં ક્રિસ્ટોફર વાઈલ એસસીએલ ઈલેક્શન્સની સાથે પાર્ટટાઈમ જોડાણ કર્યું હતું. મે-2014માં ગ્લોબલ સાયન્સ રિસસ્ચ સાથે રિસર્ચ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. જુલાઈ-2014માં ક્રિસ્ટોફરે તેમની સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. 2014ના આખરી તબક્કામાં કંપનીએ ક્રિસ્ટોપર વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટ તોડવાનો અને બૌદ્ધિક સંપત્તિ ચોરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ઓગસ્ટ-2015માં ક્રિસ્ટોફર વાઈલે ડેટા નહીં હોવાની સત્તાવાર જાણકારી આપી હતી. ડિસેમ્બર-2015માં ગાર્જિયને જીએસઆર ડેટા ફેસબુકના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. ફેસબુકે ગાર્જિયન અને જીએસઆરનો સંપર્ક કર્યો અને ડેટા ડિલીટ કરવા જણાવ્યું હતું.

  જુલાઈ-2016માં જીએસઆરએ વેરિફાઈ કરવા જણાવ્યું કે ડેટા ડિલીટ કરી દેવાયા છે. ઓગસ્ટ-2016માં ગેરકાયદેસર ડેટા રાખવા બદલ જીએસઆર વિરુદ્ધ લીગલ એક્શન લેવાયા. નવેમ્બર-2016માં જીએસઆર સાથે સમજૂતી થઈ હતી. માર્ચ-2017માં ઈન્ટર્નલ ઓડિટમાં ડેટા નહીં હોવાની બાબતની પુષ્ટિ થઈ હતી. આની ફેસબુકને જાણકારી અપાઈ અને આઈસીઓએ લંડનની ઓફિસની મુલાકાત લીધી હતી. તેમના તરફથી સ્ટ્રક્ચર, ડેટાની જાણકારી માંગી હતી.

સપ્ટેમ્બર-2017માં આઈસીઓએ યુએસ નેશનલ ડેટાને યુકેમાં પ્રોસેસ કરવા જણાવ્યું હતું. ઓક્ટોબર-2017માં આઈસીઓએ બ્રેક્ઝિટ કેમ્પેનમાં કામ કરવા જણાવ્યું અને તેમનો સાથ આપવામાં આવ્યો હતો. માર્ચ -2018માં ઈસીઓએ સિસ્ટમ એક્સેસની માંગણી કરી હતી. હજીપણ જીએસઆર ડેટા હોવાનો વ્હીસલ બ્લોઅરનો દાવો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તમામ ડેટા ડિલિટ થઈ ચુક્યાની જાણકારી આપવામાં આવી અને તેની ફેસબુક દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી. જીએસઆરની સાથેની તમામ વાતચીત શેયર કરવા જણાવ્યું હતું. માર્ચ-2018માં ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટિકા અને એસસીએલ એકાઉન્ટ્સની તપાસ પૂર્ણ થવા સુધી સસ્પેન્ડ કર્યા હતા. ક્રિસ્ટોફર વાઈલનો ઈન્ટરવ્યૂ સબંધ સમાપ્ત થયાના ચાર વર્ષ બાદ સામે આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરનારી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ પાંચ કરોડ ફેસબુક યૂઝર્સની અંગત જાણકારી ચોરવાનો આરોપ લગાવ્યો છે. જાણકારી કથિતપણે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતવામાં સહયોગ અને વિરોધીની છબી ખરાબ કરવા માટે વાપરવામાં આવી હતી.

(10:32 pm IST)