Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઉત્તર પ્રદેશનાં બસપાને લપડાટ : ભાજપ તમામ નવેનવ બેઠક જીતી ગયા

યુપી,ઝારખંડ અને કર્ણાટકમાં ક્રોસવોટિંગના કારણે રાજકીય હોબાળો

નવી દિલ્‍હી :  ઉત્તરપ્રદેશમાં ભાજપનાં નવે નવ ઉમેદવારનો ભવ્‍ય વિજય ગયા છે.  ભાજપને રાજયસભામાં ૯ બેઠક મળી છે.  માયાવતીનાં બસપાનાં ઉમેદવાર ભીમરાવ આંબેડકરનો પરાજય થયો છે જયારે સમાજવાદી પાટીનાં જયા બચ્‍ચન ફરીવાર રાજયસભામાં પહોંચ્‍યા છે. યોગી આદિત્‍યાનાથ અને અમિત શાહ ઉત્‍સાહમાં છે.  

આજે યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર ઉત્તરપ્રદેશમાં બસપાનો સફાયો થયો છે ભાજપને નવ બેઠક મળી છે જયારે સપાને એક સીટમાં વિજય થયો છે ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા સીટો પર ચૂંટણી બાદ ચૂંટણી પંચે ક્રોસ વોટિંગની ફરિયાદો બાદ મત્તગણત્રી અટકાવી હતી. બીજી તરફ ક્રોસ વોટિંગનાં કારણે યૂપી, ઝારખંડ, કર્ણાટકમાં રાજકીય હોબાળો ચાલી રહ્યો છે

ચૂંટણી પંચે બેલેટ પેપર મુદ્દે ઉઠાવવામાં આવી રહેલા સવાલોનાં કારણે રાજ્યસભા ચૂંટણી બાદ મત્તની ગણત્રીની પરવાનગી આપપવાનો ઇન્કાર કર્યો હતો રાજ્યસભા ચૂંટણી બાદ મત્તની ગણત્રીની પરવાનગીની મનાઇ કરી દીધી. એસપી અને બીએસપીએ સપાનાં નિતિન અગ્રવાલ અને બસપાએ અનિલ સિંહનાં મત્તને અમાન્ય જાહેર કરવાની માંગ કરી છે. આ બંન્ને ધારાસભ્યો પર પોલિંગ એજન્ટને બેલેટ પેપર નહી દેખાડવાનો આરોપ છે. ઝારખંડમાં ચૂંટણી પંચે કહ્યું કે, ઝારખંડ વિકાસ મોર્ચા તરફથી ક્રોસ વોટિંગ મુદ્દે ફરીયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી અધિકારી રિટર્નિંગ ઓફીસરનાં અહેવાલની રાહ જોઇ રહ્યું છે. 

ત્રીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે જણાવ્યું કે પંચે ક્રોસ વોટિંગનાં કારણે મત્તની ગણત્રી પર હાલ પુરતો પ્રતિબંધ લાદી દીધો છે. તેમણે જણાવ્યું કે, જનતાદળે પંચને તેની ફરિયાદ કરી છે. તેમણએ આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસની જીત સુનિશ્ચિત છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાંથી 10 રાજ્યસભા સીટોમાં ભાજપ તરફથી 9 ઉમેદવારો ઉતારવામાં આવ્યા બાદ મુદ્દો રોમાંચક બન્યો છે. એટલું જ નહી ક્રોસ વોટિંગ બાદ રાજકીય દળોનાં ધબકારા વધી ચુક્યા છે. ધારાસભ્યોની સંખ્યાને જોતા ભાજપનાં 8 તો સપાની 1 સીટ પાક્કી હતી. જો કે 10મી સીટ મુદ્દે રાજકીય હુંસાતુંસી ચાલી રહી છે. 

(12:30 am IST)